જુઓ તે Video જેણે ગંભીરથી લઇને અનેક લોહી કર્યું ગરમ!

Subscribe to Oneindia News

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તેમાં થોડા યુવકો કાશ્મીરમાં જવાનોની સાથે ગેરવતર્ણૂક કરતા જોવા મળી રહ્યા છે. આ મામલે ક્રિકેટર ગૌતમ ગંભીરે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ગૌતમ ગંભીરે ટ્વિટર પર ટ્વિટ કરતા લખ્યુ કે અમારા એક આર્મી જવાનને મારવામાં આવેલ દરેક થપ્પડનાં બદલે 100 જેહાદીઓને મોતને ઘાટ ઉતારવા જોઇએ. જેઓ આઝાદી ઈચ્છે છે, તેઓ અહીંથી ચાલ્યા જાય. કાશ્મીર અમારું છે.

JAWAN

સમજાવ્યુ તિરંગાનો અર્થ

ગૌતમ ગંભીર તેની બીજી ટ્વિટ ત્રિરંગો અર્થ સમજાવ્યો હતો. ગંભીરે લખ્યું હતું કે કદાચ ભારત વિરોધી લોકો ભૂલી ગયા છે અમારા ત્રિરંગોનો અર્થ શું છે. ગંભીરે લખ્યું કે કેસરિયો રંગ ગુસ્સોનું પ્રતિક છે, સફેદ રંગ જેહાદીઓ માટે કફન અને લીલો રંગ આતંક વિરુદ્ધ નફરત દર્શાવે છે.

સેહવાગ પણ આવ્યો સાથ

ગંભીરના આ ટ્વિટ પછી ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ આ મુદ્દા પર ગંભીરનો સાથ આપ્યો અને એક વીડિયો શેર કરતા કહ્યું કે હવે તો ગેરવર્તણૂંકની હદ્દ થઇ ગઇ. નોંધનીય છે કે કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો દ્વારા અવાર નવાર કાશ્મીર યુવકો દ્વારા પથ્થર મારો પણ કરવામાં આવે છે. જો કે આ વીડિયો પછી અનેક જાણીતી હસ્તીઓ ગંભીરને સાથ આપવા ઉમટી પડ્યા છે.

શું થયું હતું આ વીડિયોમાં

આ વીડિયોમાં કેટલાક કાશ્મીરી યુવકો સીઆરપીએફના જવાનને લાત મારતા જોવા મળે છે. જેનાથી જવાનનું હેલમેટ ફેકાઇ જાય છે. જવાન પાસે લોડેડ રાઇફલ છે પણ તેની ધીરજ તો જુઓ તે ત્યાંથી કોઇ પણ જાતનું રિએક્શન આપ્યા વગર ચાલ્યો જાય છે. ત્યારે જુઓ આ વીડિયો.

Read also :Video : સહેવાગે આ કાશ્મીર યુવકનો વીડિયો મૂક્યો, જાણો કેમ?

English summary
Gautam Sehwag reacts on jawan viral video jammu kashmir. Read here more.
Please Wait while comments are loading...