જયલલિતાના નિધનને કેમ બનાવ્યુ રહસ્ય? અભિનેત્રી ગૌતમીએ પીએમ પાસે તપાસની કરી માંગ

Subscribe to Oneindia News

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન પર અભિનેત્રી ગૌતમીએ સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યુ કે આખરે તેમના નિધનને આટલુ ગુપ્ત કેમ રાખવામાં આવ્યુ ?

gautami

ગૌતમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

અભિનેત્રી ગૌતમીએ પોતાના અધિકૃત બ્લોગ પર આ મુદ્દે એક પોસ્ટ લખી છે. તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધિત કરતા એ પોસ્ટ લખી છે જેમાં તમિલનાડુની પૂર્વ સીએમ જયલલિતાના નિધન દરમિયાન રાખવામાં આવેલી ગુપ્તતા અંગે સવાલ ઉઠાવ્યા છે. તેણે બ્લોગ દ્વારા પીએમ મોદીને તપાસની માંગની અપીલ કરી છે. તેણે સવાલ ઉઠાવ્યો છે કે આખરે જયલલિતાના નિધનને આટલુ ગોપનીય કેમ રાખવામાં આવ્યુ? આ બહુ ગંભીર મામલો છે.

Read also:જયલલિતાની તેમના દીકરા સુધાકરન સાથેના સંબંધોની કહાની

ગૌતમીએ પીએમ મોદીનું ધ્યાન આકર્ષિત કરતા કહ્યુ કે છેલ્લા મેડીકલ બુલેટીનમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે જયલલિતા ઠીક થઇ રહ્યા છે. સારવાર દરમિયાન તે નોર્મલ વ્યવહાર કરી રહ્યા છે.

gautami

જયલલિતાના નિધન પર ગોપનીયતા અંગે ઉઠ્યા સવાલ

ગૌતમીએ સવાલ ઉઠાવ્યો કે 4 ડિસેમ્બરે અચાનક મેડીકલ બુલેટીન જારી થાય છે જેમાં કહેવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ત્યારબાદ 5 ડિસેમ્બરે જાણકારી આપવામાં આવે છે કે હવે તે આપણી વચ્ચે નથી રહી. ગૌતમીએ આ અંગે જ સવાલ ઉભો કર્યો છે અને પ્રધાનમંત્રી પાસે આ મામલાની તપાસની અપીલ કરી છે.

Read also: જયલલિતાના 5 નિર્ણય, જેણે જીતી લીધુ લોકોનું દિલ

તમને જણાવી દઇએ કે ગૌતમી એ સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે લિવ-ઇન પાર્ટનર અને સુપરસ્ટાર કમલ હાસનથી અલગ થવાની જાહેરાત કરી હતી. કમલ હાસનથી અલગ થવાના ત્રણ દિવસ પહેલા ગૌતમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

gautami

પીએમ મોદીને પત્રમાં ગૌતમીએ શું લખ્યુ?

ગૌતમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધિત કરતા પોતાના બ્લોગ પર જે પત્ર લખ્યો તેની મહત્વની વાતો આ પ્રકારે છે..

ગૌતમીએ લખ્યુ કે હું આ પત્ર ભારતની સામાન્ય નગરિક તરીકે લખી રહી છુ. હું એક ઘર ચલાવનારી મહિલા છુ, એક મા છુ અને એક કામકાજી મહિલા છુ. તેણે લખ્યુ કે હું એ કરોડો લોકોમાંની એક છુ જેને હાલમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના અચાનક નિધનના સમાચારથી ઝટકો લાગ્યો છે. તે ભારતની રાજનીતિની મોટી હસ્તી હતા અને મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા શ્રોત હતા. તેમના નેતૃત્વમા તમિલનાડુ વિકાસની દિશામાં સતત અગ્રેસર રહ્યુ છે.

Read also: મરીના બીચ પર રાજકીય સન્માન સાથે અમ્માના અંતિમ સંસ્કાર

તેણે કહ્યુ કે તેમનું આપણને છોડીને જવુ ખૂબ જ દુખદ અને ચોંકાવનારુ છે. આવુ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન બનેલી ઘટનાઓને કારણે છે. તમિલનાડુના મુખ્યમંત્રી છેલ્લા કેટલાક મહિનાઓથી હોસ્પિટલમાં હતા. તેમની સારવાર, તેમના સાજા થવાના સમાચાર અને પછી અચાનક નિધનના સમાચાર ઘણા સવાલો ઉભા કરે છે. આ મામલે ઘણી સૂચનાઓ પણ સામે આવી નથી.

gautami

8 નવેમ્બરે લખાયો પત્ર

આખરે કોઇને તેમનાથી કેમ મળવા દેવામાં આવતા નહોતા. તમિલનાડુની સરકારના મુખ્યમંત્રી અને દરેકના પ્રિય નેતા વિશે આટલી ગુપ્તતા રાખવાનું કારણ શું હતુ? ગૌતમીએ સવાલ ઉઠાવ્યા કે આખરે કયા અધિકાર હેઠળ દિવંગત મુખ્યમંત્રી સાથે જોડાયેલી સૂચનાને પ્રતિબંધિત કરવામાં આવી? આખરે આ મામલે કોણ નિર્ણયો લઇ રહ્યુ હતુ? પૂર્વ સીએમ વિશે લોકોના મનમાં ઉઠી રહેલા સવાલોના જવાબો કોણ આપશે?

Read also: જયલલિતાના નિધનના સમાચાર સાંભળીને આઘાતમાં અત્યાર સુધીમાં 77 લોકોના મોત

તેમણે પીએમ મોદીને કહ્યુ કે તમિલનાડુની જનતાને પોતાની નેતા વિશે ઘણા સવાલ છે જેને અમે તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ. તમને જણાવી દઇએ કે અભિનેત્રી ગૌતમીએ આ પત્ર 8 ડિસેમ્બરે લખ્યો હતો. તેણે પીએમ મોદીને આ મામલે તપાસની માંગની અપીલ કરી છે.

English summary
Gautami writes letter to PM Modi, 'Why secrecy about Jayalalithaa death?'.
Please Wait while comments are loading...