For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ ફ્લેટમાં 30 છોકરીઓ બંધક હતી, જણાવી કાળી હકીકત

યુપીના ગાઝિયાબાદમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરી સાથે જોડાયેલો એક મોટો મામલો સામે આવ્યો છે. ગાઝીયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારની એક સોસાયટીમાં ત્રણ ફલેટોની અંદર થી 28 નેપાળી મહિલાઓને છોડાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

યુપીના ગાઝિયાબાદમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરી સાથે જોડાયેલો એક મોટો મામલો સામે આવ્યો છે. ગાઝીયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારની એક સોસાયટીમાં ત્રણ ફલેટોની અંદર થી 28 નેપાળી મહિલાઓને છોડાવવામાં આવી છે. દિલ્હી અને ગાઝિયાબાદ પોલીસે ભેગા મળીને આ કાર્યવાહી કરી છે. આ બધી જ યુવતીઓને છેલ્લા ત્રણ મહિનાથી સંતાડીને આ ફ્લેટોમાં રાખવામાં આવી હતી અને તેમને દેશની બહાર અલગ અલગ જગ્યાઓ પર મોકલવાના હતા. પોલીસે જગ્યા પરથી 5 એજેન્ટોની પણ ધરપકડ કરી છે. છોડાવવામાં આવેલી મહિલાઓની ઉમર 21 થી 45 વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જબરજસ્તી કરાવવામાં આવતો હતો દેહવ્યાપાર, છોકરીઓને મુકત કરાવવામાં આવી

30 છોકરીઓ ત્રણ મહિનાથી બંધક

30 છોકરીઓ ત્રણ મહિનાથી બંધક

પોલીસે જણાવ્યું કે નોકરીની લાલચ આપીને નેપાળથી 30 મહિલાઓને ત્રણ મહિના પહેલા ઈન્દિરાપુરમના ન્યાય ખંડ-2 પાસે આવેલા સુજન વિહાર સોસાયટીમાં લાવવામાં આવ્યા હતા. આ મહિલાઓને અહીં ત્રણ અલગ અલગ ફ્લેટોમાં સંતાડીને રાખવામાં આવી હતી. રવિવારે તેમનાથી બે મહિલા ભાગવામાં સફળ રહી. બંને મહિલાઓને દિલ્હીમાં પોતાના સંબંધીઓ સાથે મળીને તેમને આખા મામલે જાણકારી આપી. ત્યારપછી દિલ્હી પોલીસને આખા મામલે સૂચના આપવામાં આવી. સોમવારે સાંજે પોલીસ ટીમ ગાઝિયાબાદ ઈન્દિરાપુરમ ચોકી પહોંચી.

મહિલાઓ સાથે ફ્લેટમાં અમાનવીય વ્યવહાર

મહિલાઓ સાથે ફ્લેટમાં અમાનવીય વ્યવહાર

બંને મહિલાઓને સાથે લઈને ઈન્દિરાપુરમ અને દિલ્હી પોલીસે સોસાયટીના ફ્લેટ નંબર સી-5, ડી-24 અને આઈ-7 પર સાંજે લગભગ 5 વાગ્યે છાપો માર્યો. પોલીસને આ ત્રણે ફ્લેટમાં કુલ 28 મહિલાઓ મળી, જેમની ઉમર 21 થી 45 વર્ષની વચ્ચે છે. પોલીસે પાસે પહોંચેલી બંને યુવતીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હતો. પોલીસને ફ્લેટમાં દારૂની બોટલો અને સિગરેટના પેકેટ પણ મળ્યા. પોલીસે પાંચ એજેન્ટોની પણ ધરપકડ કરી છે.

ધારા 370, 371, 342 અને દેહ વ્યાપાર હેઠળ કેસ નોંધવામાં આવ્યો

ધારા 370, 371, 342 અને દેહ વ્યાપાર હેઠળ કેસ નોંધવામાં આવ્યો

ધરપકડ કરવામાં આવેલા એજેન્ટોનું નામ નેપાળ નિવાસી કેદારનાથ, રોમિયો જોશી, ધ્રુવ પાંડે, વિક્રમ બહાદુર અને જ્ઞાનેન્દ્ર ગિરી છે. પોલીસે જણાવ્યું કે આ એજેન્ટો નોકરીની લાલચ આપીને મહિલાઓને નેપાળથી ભારત લાવ્યા હતા. નેપાળથી મહિલાઓને ડાયરેક્ટ ખાડી દેશ નહીં મોકલી શકાય. એટલા માટે તેઓ ભારત લઈને આવ્યા અને અહીંથી તેમને ખાડી દેશોમાં મોકલવાની હતી. ત્યાં મોકલવા માટે તેમના દસ્તાવેજો પણ તૈયાર કરાવવામાં આવી રહ્યા હતા. પોલીસે ધરપકડ કરવામાં આવેલા એજેન્ટો વિરુદ્ધ ધારા 370, 371, 342 અને દેહ વ્યાપાર હેઠળ કેસ નોંધી લીધો છે.

English summary
Ghaziabad: 28 Girls Rescued From Indirapuram by Police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X