6 વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ગાઝિયાબાદમાં હિંસા

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી અખિલેશ યાદવ હાલ ગાઝિયાબાદની મુલાકાતે આવેલા છે. જોકે રોષે ભરાયેલા લોકોએ અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો જેના પગલે પોલીસે ટોળા પર કાબૂ મેળવવા માટે હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
જોકે રાજ્યના મુખ્યમંત્રી અખિલેશ યાદવ ગાઝિયાબાદની મુલાકાતે છે. તેમના આવવાના એરપોર્ટ તરફના માર્ગ નેશનલ હાઇવે નંબર 58 પર લોકોએ આગ ચાંપી દીધી છે. તેમજ તેમના પોસ્ટરો સળગાવીને અખિલેશ સરકાર અને પોલીસ તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે આજે ગાઝિયાબાદમાંથી જે 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો તે બાળકી ગઇકાલે ગુમ થઇ ગઇ હતી. બાળકીના માતા-પિતા દ્વારા પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરતા આ પરિણામ આવ્યું હતું. જેના પગલે રોષે ભરાયેલા લોકોએ પોલીસ અને અખિલેશ સરકાર પર પોતાનો ઉભરો ઠાલવ્યો હતો.












Click it and Unblock the Notifications
