Ghosi By Election : સમાજવાદી પાર્ટીના ઉમેદવારે પોલીસ પર મત ન આપવા દેવાનો આરોપ લગાવ્યો
ઉત્તર પ્રદેશની ઘોસી સીટ પર મતદાન પુરૂ થઈ ગયુ છે પરંતુ વિવાદો પુરૂ થવાનું નામ નથી લઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવારે પોલીસ પર મત ન આપવા દેવાનો આરોપ લગાવ્યો છે.
ઘોસી વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુધાકર સિંહે પોલીસ અને વહીવટી અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુધાકર સિંહે કહ્યું કે, મતદાન મથક પર તૈનાત પોલીસકર્મીઓ ગામના અભણ લોકોને તેમના નામના સ્પેલિંગ પુછી રહી હતી.

નામના સ્પેલિંગ ન જાણતા હોવાના કારણે તેમને વોટ આપવાની મંજુરી ન અપાઈ. તેમણે કહ્યું કે, મોટાભાગે આવી બાબતો એવા વિસ્તારોમાં સામે આવી રહી છે જ્યાં સમાજવાદી પાર્ટીના મતદારો છે. તેમણે કહ્યું કે, ઘણી જગ્યાએ ઈવીએમમાં પણ ખામીઓ સામે આવી છે અને ચૂંટણી પર અસર થઈ છે.
આ સિવાય તેમના પુત્ર દ્વારા પોલીસને ધમકાવવાના કેસ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, આ જાણી જોઈને કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, તેમનો પુત્ર સુજીત સિંહ ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યો હતો. બીજેપીના કહેવા પર તેમના પુત્ર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો, જેથી તે ચૂંટણીમાં પ્રચાર કરી શકે નહીં.
અહીં તેમણે આરોપ લગાવ્યો કે, ઘોસી વિધાનસભા મતવિસ્તારના કોટેદારો, સરપંચ અને વિસ્તાર પંચાયત સભ્યોને આઝમગઢ બોલાવવામાં આવ્યા અને ત્યાં તેમને પૈસા વહેંચવામાં આવ્યા છે. જે લોકો પૈસા લેવા તૈયાર ન હતા તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા. સુધાકર સિંહે આરોપ લગાવ્યો કે તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા બાદ પોલીસ અધિકારીઓએ તેમની પાસે વોટ માંગ્યા.












Click it and Unblock the Notifications
