For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુલામ નબી આઝાદે એક પુર્વ નાયબ મુખ્યમંત્રી સહિત ત્રણ નેતાઓને પાર્ટીમાંથી કાઢ્યા, જાણો શું છે કારણ?

ગુલામ નબી આઝાદની પાર્ટી ડેમોકેટ્રિક આઝાદ પાર્ટીમાંથી ત્રણ નેતાઓને કાઢી મુકાયા છે. આ નેતાઓમાં તારાચંદ, ડો.મનોહર લાલ શર્મા અને બલવાન સિંહના નામ છે

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોંગ્રેસ સાથે છેડો ફાડીને પોતાની પાર્ટી બનાવનાર ગુલામ નબી આઝાદ સમાચારોમાં આવ્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, ગુલામ નબી આઝાદે તેમની પાર્ટી ડેમોકેટ્રિક આઝાદ પાર્ટીમાંથી ત્રણ નેતાઓને કાઢી મુક્યા છે. આ નેતાઓમાં તારાચંદ, ડો.મનોહર લાલ શર્મા અને બલવાન સિંહના નામ છે. તારાચંદ જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. આ સિવાય ડૉ. મનોહર લાલ શર્મા મંત્રી રહી ચૂક્યા છે.

ghulam nabi azad

હાલમાં જ ગુલામ નબી આઝાદે પાર્ટીનું વિસ્તરણ કર્યુ હતુ અને ત્યારે જ પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. ગુલામ નબી આઝાદે વિસ્તરણ કરતા ત્રણ પુર્વ મંત્રી તારાચંદ, પીરઝાદા મોહમ્મદ સઈદ અને જીએમ સરોરીને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આ સિવાય હજુ ગયા અઠવાડીએ જ સલમાન નિઝામીને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને જુગલ કિશોર શર્મા અને અમીન ભટ્ટને જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.

અહીં પાર્ટીએ 10 નવા જનરલ સેક્રેટરી, 12 સેક્રેટરી, 6 પ્રવક્તા, મીડિયા કોઓર્ડિનેટર-કમ-અતિરિક્ત પ્રવક્તા અને ચાર સોશિયલ મીડિયા કોઓર્ડિનેટરના નામની જાહેરાત કરી છે. આઝાદ, 73, જેમણે આ વર્ષે 26 ઓગસ્ટે કોંગ્રેસ છોડી દીધી હતી, તેણે 26 સપ્ટેમ્બરે જમ્મુમાં ડઝનબંધ ભૂતપૂર્વ પ્રધાનો, ભૂતપૂર્વ ધારાસભ્યો અને અન્ય અગ્રણી નેતાઓના સમર્થન સાથે ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની શરૂઆત કરી હતી. ઓગસ્ટમાં કોંગ્રેસ છોડનાર 73 વર્ષીય ગુલામ નબી આઝાદે 26 સપ્ટેમ્બરે જમ્મુમાં ઘણા ભૂતપૂર્વ મંત્રીઓ, ભૂતપૂર્વ ધારાસભ્યો અને અન્ય અગ્રણી નેતાઓના સમર્થન સાથે ડેમોક્રેટિક આઝાદ પાર્ટીની શરૂઆત કરી હતી.

English summary
Ghulam Nabi Azad expelled three leaders, including a former deputy chief minister, from the party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X