For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક પર થયો પ્રેમ, બોર્ડર પર થઇ ધરપકડ

|
Google Oneindia Gujarati News

facebook
જમ્મૂ, 7 નવેમ્બર: જમ્મૂ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારમાં એક પ્રેમિકાને તેના ફેસબુક પ્રેમીને મળવું ભારે પડી ગયું હતું. નિયંત્રણ રેખાને પાર કરવાનો પ્રયત્ન કરી રહેલી પ્રેમિકાને સુરક્ષા અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી છે.

22 વર્ષની ઇરમ ફાતિમા મેંધરના ગોલટ ગામની રહેવાવાળી છે. ઇરમને ફેસબુક પર પીઓકે રહેવાસી મુખ્તાર અહેમદ સાથે પ્રેમ થઇ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રેમીને મળવા માટે ગઇકાલે નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષા અધિકારીઓ તેને જોઇ જતા તેની ધરપકડ કરી તેને પોલીસના હવાલે કરી દીધી હતી. આ યુવતી પાસેથી 11 હજાર રૂપિયા અને એક મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે યુવતી પોતાના ગામથી સ્થાનીય પેસેંજર ટેક્સીમાં બેસીને અહીં સુધી પહોંચી હતી, અને આટાફેરા કરતા કરતા સરહદ પાર કરવાની કોશીશ કરવા લાગી. આ દરમિયાન સુરક્ષા અધિકારીઓએ તેના પકડી પાડી હતી.

જવાનોએ તેની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેના ઘરમાં લગ્ન છે અને તે નિમંત્રણ આપવા જઇ રહી છે. જોકે જવાનોને તેની વાત પર વિશ્વાસ ન બેસતા તેને પોલીસને હવાલે કરી દીધી હતી.

English summary
In love with a boy from Pakistan occupied Kashmir, a girl was arrested in Poonch district of Jammu and Kashmir along the Indo-Pak border while trying to cross-over to PoK to meet him just two days before her marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X