બિહારઃ જ્યારે પ્રેમિકાના જીજાએ પ્રેમીની માતાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો અશ્લિલ વીડિયો…
બિહારઃ જ્યારે પ્રેમિકાના જીજાએ પ્રેમીની માતાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો અશ્લિલ વીડિયો…
કટિહારઃ બિહારના કટિહાર જિલ્લામાં પ્રેમિકા સાથે લવ મેરેજ કરવાં પ્રેમી અને તેના પરિવારને ભારે પડી ગયા, જ્યાં છોકરીના ઘરવાળાઓએ છોકરાના માતા પિતા સાથે મારપીટ કરી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. છોકરીના જીજા રાજેશે પોતાના સાથીઓ સાથે મળી છોકરાના પિતા રામકરણ સિંહ સાથે મારપીટ કરી. આ ઉપરાંત છોકરાની માને નિર્વસ્ત્ર કરી મોબાઈલમાં તેનો વીડિયો શૂટ કર્યો.

પ્રેમી- પ્રેમિકાએ લગ્ન કર્યાં
વીડિયો બનાવ્યા બાદ છોકરીના પરિજનોએ ધમકી આપતા કહ્યું કે જો છોકરો સામે ના આવ્યો તો આ વીડિયોને વાયરલ કરી દેશે. આ સમગ્ર ઘટના કોઢા પોલીસ સ્ટેશન ક્ષેત્રની છે. મળેલી માહિતી મુજબ રામકરણ સિંહનો દીકરો પાડોસમાં રહેતી એક છોકરીને પ્રેમ કરતો હતો. છોકરો અને છોકરીએ સ્વેચ્છાએ લગ્ન કરી લીધા.

છોકરીના જીજાએ છોકરાના પરિજનો સાથે દુર્વ્યવહાર કર્યો
જે બાદ આ લગ્નથી છોકરીનો પરિવાર ઘણો નારાજ થઈ ગયો. ગ્રામીણ પંચાયતે આ લગ્નને રદ્દ કરતા છોકરી અને છોકરાને પોતપોતાના ઘરે મોકલી દીધા. પરંતુ આ દરમિયાન ફોન પર બંનેની વાતચીત થતી રહી. ફોન પર વાત થતી હોવાની વાત છોકરીના જીજાને જેવી માલૂમ પડી કે તે ગુસ્સામાં આવી પોતાના કેટલાક સાથીઓ સાથે છોકરાના ઘરે પહોંચી ગયો.

છોકરાની માનો અશ્લિલ વીડિયો બનાવ્યો
પરંતુ ત્યાં છોકરો ના મળ્યો તો તેમણે છોકરાના માતા પિતા સાથે મારપીટ કરી. જે બાદ આરોપીઓનો ગુસ્સો સાંત ના થયો તો બધાએ મળી છોકરાના પિતાને રાંઢવાથી બાંધી દીધા અને છોકરાની માને નિર્વસ્ત્ર કરી મોબાઈલથી વીડિયો બનાવી લીધો. આરોપીઓએ જતા જતા ધમકી આપી કે તેઓ જલદી જ છોકરાને હાજર કરી દે નહિતર વીડિયો વાયરલ કરી દેશે.

પોલીસ સ્ટેશને મામલો નોંધાયો
પીડિત મહિલાની ફરિયાદના આધારે કોઢા પોલીસ સ્ટેશનમાં મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરી લીધી છે. મહિલા પોલીસ દ્વારા પીડિતાના નિવેદન નોંધ્યા બાદ અનુમંડળ પોલીસ અધિકારી અમરકાંત ઝાએ કહ્યું કે જલદી જ ઘટનાના અન્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
