દારૂના નશામાં ફેરા લેવા માટે મંડપમાં પહોંચ્યો પ્રેમી, તો પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી

ઝારખંડમાં એક લગ્નના મંડપથી જાન પાછી મોકલવાનું અને આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના સામે આવી છે. વાસ્તવમાં, છોકરી જાન લઈને આવેલા તેના પ્રેમીને મંડપથી પાછો મોકલી દીધો.

ઝારખંડમાં એક લગ્નના મંડપથી જાન પાછી મોકલવાનું અને આશ્ચર્યચકિત કરી દે તેવી ઘટના સામે આવી છે. વાસ્તવમાં, છોકરી જાન લઈને આવેલા તેના પ્રેમીને મંડપથી પાછો મોકલી દીધો. કારણ કે તે દારૂ પીને મંડપમાં પહોંચ્યો હતો. દારૂની ગંધ આવતા જ છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે છોકરી અને છોકરો ઘણા વર્ષોથી એકબીજાને પ્રેમ કરતા હતા. ઘટના હન્ટરગંજ બ્લોકના ચકલા પંચાયતની જણાવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દુલ્હાના પિતાની ડિમાન્ડ સાંભળીને દુલ્હન રડી પડી, લગ્ન કરવાની ના પાડી

મંદિરમાં લગ્ન કરવા પહોંચ્યું હતું પ્રેમી જોડું

મંદિરમાં લગ્ન કરવા પહોંચ્યું હતું પ્રેમી જોડું

સ્થાનિક માહિતી અનુસાર વશિષ્ઠ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના તેતરીયા ગામના નિવાસી ગોલા ભારતીની પુત્રી અનિતા કુમારી અને હંટરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચકલા પંચાયતના વિશનપુર ગામના નિવાસી નગિન ભારતીના પુત્ર શિવ કુમાર ભારતી વચ્ચે પ્રેમ સંબંધો ચાલી રહ્યા હતા. બંને તેમની ઈચ્છાથી લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તે બંનેના પરિવાર તૈયાર ન હતા. પરંતુ પાછળથી છોકરો અને છોકરી બંનેના પરિવાર તૈયાર થઈ ગયા. આ પછી, બંનેના લગ્નની તારીખ નક્કી થઇ હતી. તેમના પરિવાર જનોએ નક્કી કર્યું કે લગ્ન મંદિરમાં થશે.

છોકરી પરિવાર જનોના સમજાવ્યા પછી પણ ન માની

છોકરી પરિવાર જનોના સમજાવ્યા પછી પણ ન માની

છોકરો અને છોકરી, નિયત તારીખે હંટરગંજ બ્લોકના જોરી ગામમાં આવેલા મહાકાળીમાના મંદિરમાં આવ્યા હતા. જ્યારે લગ્નના મંડપમાં બેઠેલી પ્રેમિકાને જયારે પ્રેમીના મોં માંથી દારૂની ગંધ આવી તો તે અચાનક ઉઠીને જતી રહી. કોઈને પણ ન સમજાયું કે શા માટે છોકરીએ અચાનક મંડપ છોડી દીધો. જ્યારે છોકરીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પરિવાર જનોને જણાવ્યું કે છોકરો દારૂના નશામાં લગ્ન કરવા આવ્યો છે. લોકોએ છોકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેનો નિર્ણય બદલવાની ના પાડી દીધી.

જે છોકરાને લગ્નની ચિંતા નથી તેની સાથે હું કેવી રીતે જીવન વિતાવી શકતી

જે છોકરાને લગ્નની ચિંતા નથી તેની સાથે હું કેવી રીતે જીવન વિતાવી શકતી

છોકરીએ એવી દલીલ કરી હતી કે, જે છોકરો લગ્નની ચિંતા કરતો નથી અને ના મંદિર વિશે વિચાર્યું, તે તેની સાથે જીવન કેવી રીતે વિતાવી શકે છે. છોકરીની લગ્ન ન કરવાની પોતાની જીદ પર કાયમ જોઈને વર પક્ષએ ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. આસપાસના વિસ્તારોમાં અનિતા કુમારીના આ નિર્ણયની ચર્ચા થઈ રહી છે. આ પ્રકારનો આ કેસ આશ્ચર્યચકિત કરી દે તેવો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X