For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટરનો કોલર પકડીને જાહેરમાં ફટકાર્યો

વિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટરનો કોલર પકડીને જાહેરમાં ફટકાર્યો

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં લખનઉના તેલીબાગ વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટર સાથે મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિની પોતાની મા સાથે સ્કૂટર લઈને બજારમાં જઈ રહી હતી, ત્યારે વિદ્યાર્થિની નો એન્ટ્રીમાં ઘૂસી ગઈ હતી. પોલીસ ઑફિસરે રોકવાની કોશિશ કરી તો બંને વચ્ચે બોલાચાલી થઈ. જ્યારે વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે પોલીસે તેને ફટકારી બાદમાં સ્કૂટીને ધક્કો પણ આપ્યો જેથી તેની મમ્મી નીચે પડી ગઈ હતી. લોકોએ વિદ્યાર્થિની સાથે મળીને પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણીને લઈ ઘણા સમય સુધી હંગામો મચાવ્યો હતો.

વિદ્યાર્થિનીએ પોલીસનો કાઠલો પકડી લીધો

વિદ્યાર્થિનીએ પોલીસનો કાઠલો પકડી લીધો

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યૂપીની રાજધાની લખનઉના તેલીબાગનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નો એન્ટ્રીમાં બેરિકેડિંગ લગાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન વિદ્યાર્થિની બેરિકેડિંગ હટાવીને નો એન્ટ્રીમાં ઘૂસી ગઈ હતી. પોલીસે રોકવાની કોશિશ કરી. ચોકી ઈન્ચાર્જે છાત્રાને રોકવી ભારે પડી ગયું. વિદ્યાર્થિની પોલીસ સામે ઝઘડવા લાગી અને એટલું જ નહિં પોલીસની સાથે મારપીટ પર પણ ઉતરી આવી હતી.

પોલીસની વરદી ફાડી નાખી

પોલીસની વરદી ફાડી નાખી

ભારે ગરમાગરમી બાદ વિદ્યાર્થિનીએ પોલીસનો કાઠલો છોડ્યો. ત્યાં સુધીમાં તેલીબાગ ચોકી ઈન્ચાર્જે મહિલા પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. આ ઝઘડામાં પોલીસની વરદી પણ ફાટી ગઈ હતી. બીજી બાજુ વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે ચોકી ઈન્ચાર્જે એને ધક્કો આપ્યો હતો. વિદ્યાર્થિનીએ કહ્યું કે તેઓ પોલીસકર્મીઓને નો એન્ટ્રીમાં જવાથી નહોતા રોકી રહ્યા.

ફરિયાદ ન કરી

ફરિયાદ ન કરી

બબાલની સૂચના મળતા જ સીઓ તનુ ઉપાધ્યાય, ઈન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ પણ પહોંચી ગયા. ત્યાં સુધીમાં તો ચોકી ઈન્ચાર્જ ઘટના સ્થળેથી જતા રહ્યા હતા. વિદ્યાર્થિનીનો આરોપ છે કે એણે જ્યારે કાર્યવાહીની માગણી કરી તો સીઓએ કહ્યું કે તેં ચોકી ઈન્ચાર્જની વરદી પર લાગેલ સ્ટાર્સ નોંચી કાઢ્યા અને કોલર પકડ્યો એટલે તારી વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. જે બાદ વિદ્યાર્થિનીએ લેખિતમાં કોઈ અરજી ન આપી. ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે વિદ્યાર્થિની રોંગ સાઈડ પર જઈ રહી હતી, ધક્કો આપવા પર પડી ગઈ અને ઉલટી તે ચોકી ઈન્ચાર્જ સાથે જ અભદ્રતાથી વ્યવહાર કરવા લાગી.

છત્તીસગઢમાં પહેલા ચરણનો ચૂંટણી પ્રચાર થમ્યો, 18 સીટ પર સોમવારે વોટિંગ છત્તીસગઢમાં પહેલા ચરણનો ચૂંટણી પ્રચાર થમ્યો, 18 સીટ પર સોમવારે વોટિંગ

English summary
girl slapped police inspector in lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X