આગરામાં કોલેજની લેબમાં વિદ્યાર્થિનીની હત્યા, રહસ્ય અકબંધ

murder
લખનઉ, 17 માર્ચ: ઉત્તર પ્રદેશમાં ન્યૂ આગરામાં સ્થિત દયાલબાગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટની લેબમાં એક સંશોધનની વિદ્યાર્થિનીની મોડી રાત્રે ચાકૂના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી. લેબમાં વિદ્યાર્થિની લાશ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવી હતી. ફિલહાલ આ મામલામાં અજાણ્યા લોકોની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિદ્યાર્થિનીની સાથે કોઇ જાણીતા જ વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ કરવાની કોશીશ કરી હોય અને તે તેના ઇરાદામાં નિષ્ફળ જતા આ વિદ્યાર્થિનીની લેબમાં જ હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

એસએસપી આગરા સુભાષ ચંદ્ર દૂબેએ જણાવ્યું કે દિલ્હી રહેવાસી 23 વર્ષીય નેહા શર્મા ન્યૂ આગરા સ્થિત ડીઇઆઇમાં બાયો-ટેક્નોલોજીની વિદ્યાર્થિની હતી. શુક્રવારે રાત્રે નેહા કોઇ કામથી લેબમાં ગઇ હતી. તેની બે બહેનપણીઓ પણ તેની સાથે હતી પરંતુ તેમનું કામ પતી જતા તેઓ લેબમાંથી નિકળી ગયા હતા, ત્યારબાદ 2 વાગ્યાથી 5 વાગ્યાસુધી લેબમાં શું થયું તેની કોઇને જાણ નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા આ યુવતીને ક્લોરોફોર્મ સુંઘાડી દવામાં આવ્યું હતું અને બાદમાં તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં કરી દેવાઇ હોય તેવું અનુમાન છે. પરંતુ ખુનીએ એક કાગળમાં યુવતીનો સ્કેચ બનાવી તેને ત્યાંજ મૂકતો ગયો હતો. તેમજ લેબને બહારથી લોક મારીને મૃતક યુવતીની ગાડી લઇને ફરાર થઇ ગયો હતો.

આરોપીએ મૃતક યુવતીની ગાડી અને તેના લેપટોપ અને મોબાઇલ બહાર અજાણ્યા સ્થળે ફેંકી દીધું અને ત્યાં બધું મૂકીને ફરાર થઇ ગયો. પોલીસ આ ચાલાક હત્યારાની શોધ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X