કળિયુગ: યુદ્ધિષ્ઠિરને ફેસબુક પર અનફ્રેન્ડ કરતાં સર્જાયું મહાભારત

Posted By:
Subscribe to Oneindia News

મુજફ્ફરપુર, 3 જાન્યુઆરી: સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કોઇ છોકરાને અનફ્રેન્ડ કરવો એક છોકરીને ભારે પડી ગયું તેને ક્યારેય વિચાર્યું પણ નહી હોય. જી હાં અનફ્રેન્ડ કરવાથી ક્રોધે ભરાયેલા છોકરાએ છોકરીના ચહેરા પર ઉકળતું પાણે ફેંકી દિધું. ચોંકાવનારી વાત એ છે કે છોકરી ફક્ત 8મા ધોરણની વિદ્યાર્થીની છે અને તેની ઉંમર 15 વર્ષની છે. છોકરી 20 ટકા બળી ગઇ છે અને તેની સારવાર ચાલુ છે. આરોપી એક સરકારી કોલેજમાં ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ઘટના બિહારના મુજફ્ફરનગર જિલ્લાની છે. છોકરીએ પોલીસને નિવેદન આપ્યું છે તે મુજબ આરોપી બુધવારે સાંજે ગાન્નીપુર સ્થિત તેના ઘરે આવ્યો અને કહ્યું કે તે પોતાનું ખોવાયેલું આઇડેંટિટી કાર્ડ શોધી રહ્યો છે. આરોપ છે કે તેને છોકરીની માતાને એક તરફ ધકેલી દિધી અને ઉકળતું પાણી છોકરી પર ફેંકી દિધું. છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે મારા પિતા શિક્ષક છે. આરોપી મારા ઘરે ટ્યૂશન આવતો હતો. એક વર્ષ પહેલાં મેં તેની ફેસબુક રિક્વેસ્ટ સ્વિકારી હતી કારણે તે મને ઠીક લાગે છે.

03-girl

પરંતુ ત્યારબાદ તે ગાળો બોલવા લાગ્યો એટલે ગત અઠવાડિયે મે તેને અનફ્રેન્ડ કરી દિધો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીનું નામ યુદ્ધિષ્ઠિર યાદવ છે. આરોપી મુજફ્ફરપુરની એક સરકારી કોલેજમાં ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી છે. તેના વિરૂદ્ધ એફઆરઆઇ નોંધવામાં આવી છે. મુજફ્ફરપુર સિટીના ડીએસપી ઉપેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મિઠનપુરા મોહલ્લામાં ગાયત્રી લોજમાં રહે છે બીજી તરફ છોકરી શહેરની પ્રખ્યાત સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણે છે.

English summary
A schoolgirl has suffered severe burns after an older boy poured boiling water over her face because she un-friended him on Facebook.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.