For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવિણ કુમારના ફ્લેટ પર બનાવાયો MMS અને અશ્લિલ વિડીયો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mms-praveen-kumar
મેરઠ, 4 એપ્રિલ: બે છોકરીઓના અશ્લીલ એમએમએસ અને વિડીયો ક્લિપિંગના મુદ્દે બુધવારે પોલીસે ક્રિકેટ ખેલાડી પ્રવિણ કુમારના મેરઠના દિલ્હી રોડ સ્થિત ફ્લેટ પર રેડ પાડી હતી.

પોલીસ અધીક્ષક (ગ્રામીણ) કેપ્ટન એમએમ બેગે પોલીસ રેડ અંગે કશું જણાવ્યું ન હતું અને ફક્ત એટલું જ કહ્યું હતું કે સિંચાઇ વિભાગના એક એન્જિનિયરે પોલીસને આપેલી માહિતીમાં આરોપ લગાવ્યો છે કે પુનીત ચૌધરી નામના યુવક અને તેના સાથીઓએ બે છોકરીઓના અશ્લીલ એમએમએસ અને વિડીયો ક્લિપિંગ બનાવી છે.

તેમને જણાવ્યું હતું કે આ કેસની તપાસ ચાલુ છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર ઇંચૌલી પોલીસે આ કેસને લઇને દિલ્હી રોડ સ્થિત ક્રિકેટર પ્રવિણ કુમારના ફ્લેટ પર રેડ પાડી હતી. પોલીસે જણાવ્યું હતું કે બે વાર સુપરટેકમાં કેસની તપાસમાં ગયા હતા, પરંતુ સંબંધિત ફ્લેટ પર તાળું લાગેલું હતું.

બીજી તરફ પ્રવીણ કુમારના મોટા ભાઇ વિનય કુમારે અશ્લીલ એમએમએસ અને અશ્લિક વિડીયો ક્લિપિંગના મુદ્દે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એ વાતની પુષ્ટિ જરૂર થઇ છે કે પુનીત ચૌધરી સુપરટેકમાં જે ફ્લેટમાં રહેતો હતો તે પ્રવિણ કુમારનો છે. વિનયના અનુસાર પ્રવિણ કુમારે ફ્લેટને મામાના છોકરા પુનીતને ભાડે આપ્યો હતો.

English summary
Police today conducted a raid at a flat of a cricketer Praveen Kumar from Uttar Pradesh in connection with a case related to obscene MMS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X