For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે ચાઇબાસાવાળા છો, હૂં ચાવાળો: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચાઇબાસા, 25 નવેમ્બર: નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવાદ અને બહૂમતીની સરકાર ન હોવાના લીધે અમીર ઝારખંડના લોકો ગરીબ રહી ગયા છે. ચાઇબાસાની ટાટા મેદાનમાં આયોજિત ભાજપની ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીએ આ વાત કહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆત હાજર લોકોને હો ભાષામાં અભિવાદન સાથે કરી. તેમણે કહ્યું કે જો તમે ચાઇબાસાવાળા છો તો હું પણ ચાવાળો છું. લગભગ ચાલીસથી પીસ્તાળીસ હજાર ક્ષમતાવાળા ટાટા કોલેજ મેદાનમાં લોકોની ખચાખચ ભીડ જોઇને ઉત્સાહિત નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઝારખંડમાં તેમની અત્યાર સુધીની સૌથી મોટી સભા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહીં અને ઝારખંડના લોકોએ જે પ્રેમ આપ્યો છે તેને વ્યાજ સાથે પરત કરીશ.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પરિવારવાદ અને પિતા-પુત્રની રજકારણ આખા ઝારખંડને બરબાદ કરીને મુકી દિધું છે. તેમણે કહ્યું કે આ લોકો ચૂંટણી વખતે આદિવાસી યુવાનોને ઉશ્કેરીજનક ભાષણ આપીને લોકો પાસે વોટ માંગે છે અને ચૂંટણી પછી પોતાનો વિકાસ કરવામાં લાગી જાય છે.

ઝારખંડના પાછળ ધકેલાવવાની પાછળ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી પૂર્ણ બહૂમતીની સરકાર બની નથી. તમે લોકો જાણો છો કે ગઠબંધનની સરકારોની શું-શું મજબૂરીઓ હોય છે? અને સહયોગી પક્ષ કેટલો દબાણ બનાવે છે.? એટલા માટે આ વખતે ઝારખંડમાં ભાજપના નેતૃત્વમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવીએ. આ જ સરકાર પ્રદેશને વિકાસના માર્ગે આગળ લઇ જશે.

narendra-modi-cabinet-expansion

નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને અહીંના આદિવાસીઓને વિકાસ ન થયો હોવા અંગે ભીડને પ્રશ્ન કર્યો હતો. તેનો જવાબ આવ્યો કે અહીં મોદી નથી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ ફરીથી પૂછ્યું કે આજે આખા વિશ્વમાં ભારતની જય-જયકાર થઇ રહી છે. તેનું કારણ શું છે? તેમણે કહ્યું કે તેનું કારણ દેશની સવા સો કરોડ જનતા છે. વિશ્વને ખબર છે કે નરેન્દ્ર મોદીની પાછળ દેશના સવા સો કરોડ લોકો છે.

ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે અમીર ઝારખંડના લોકો ગરીબ છે. અહીંના કોલસાથી ગુજરાત જ નહી આખો દેશ રોશન થઇ રહ્યો છે અહીંના લોકો અંધારામાં રહે છે. ઝારખંડમાં આટલી તાકાત અને સમૃદ્ધિ છે કે આ યૂપી, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવ રાજ્યોને પણ પાછળ મુકી શકે છે. ઝારખંડ અને અહીંના લોકોમાં ખૂબ તાકાત છે. બસ જરૂરિયાત છે તેને સમજવાની અને તેનો સકારાત્મક ઉપયોગ કરવાની.

આ પહેલાં મંચ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રધુવર દાસે કર્યું. આ અવસર પર પશ્વિમી સિંહ ભૂમની બધી આઠ વિધાનસભા સીટોના ઉમેદવાર હાજર રહ્યાં. તેમાં ચાઇબાસા વિધાનસભા સીટ પરથી જેબી તુબિદ, મંજગાંવથી ઉમેદવાર બડકુંબર ગગરાઇ, જગન્નાથપુરથી મંગલ સિંહ સોરેન, સરાયકેલાથી ગણેશ મહાલી, ખરસાવાંથી પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા વગેરે હાજર હતા.

English summary
Prime Minister Narendra Modi today exhorted the people of poll bound Jharkhand to give his party a 'full majority' in assembly elections so that he could provide them with 'full development'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X