રામદેવની પડખે મોદી, દેહરાદૂનમાં શંખનાદ રેલીના મુખ્ય અંશો

દેહરાદૂન, 15 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે રવિવારે દેહરાદૂનમાં ભાજપની શંખનાદ રેલીને સંબોધીત કરતા કેન્દ્ર અને ઉત્તરાખંડની વિજય બહુગુણા સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેમણે પોતાના ભાષણમાં યોગગુરુ બાબા રામદેવનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે સરકાર જેટલી શક્તિ સરકાર રામદેવને ફંસાવવામાં લગાવી રહી છે, એટલી શક્તિ આપદા પીડિતોના કલ્યાણમાં લગાવતી તો તેમનું ભલું થતું. વાંચો દેહરાદૂનમાં મોદીના ભાષણના મુખ્ય અંશો..

રામદેવની પાછળ પડી છે સરકાર: કેન્દ્ર અને ઉત્તરાખંડની સરકાર જેટલી શક્તિ બાબા રામદેવની પાછળ લગાવી રહી છે, તેટલી શક્તિ કોઇ પીડિતોની પાછળ લગાવતી તેમની આવી દશા ના થતી. બાબા રામદેવ લોકોને શ્વાસ લેવાનું કહી રહ્યા છે અને કોંગ્રેસના શ્વાસ રૂંધાઇ રહ્યા છે. કોઇ દિવસ એવો નથી કે તેમની પર કોઇ નવો કેસ દાખલ ના કરવામાં આવ્યો હોય.

રાહુલ પર સાધ્યો નિશાનો
કોંગ્રેસનો ઘમંડ સાતમાં આસમાને છે. ગઇકાલે કોંગ્રેસના નેતાજી(રાહુલ ગાંધી)એ પ્રેસ કોન્ફ્રેન્સ કરી. તે લોકપાલ પર ભાષણ કરી રહ્યા હતા. હું તેમને સવાલ પૂછવા માગુ છું કે જો તમને લોકપાલ એટલું જ મહત્વ લાગતુ હોય... ભ્રષ્ટાચારની એટલી જ ચિંતા છે...તો પછી ભુવનચંદ્ર ખંડૂરી સરકારે જે લોકાયુક્તનો જે કાયદો બનાવ્યો હતો તેને ઉત્તરાખંડમાં હજી સુધી લાગુ કેમ નથી કર્યો. તેને વાંચીને અણ્ણાએ પણ ખંડૂરીને શુભેચ્છા આપી હતી.

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય અંશો:

કોંગ્રેસ જનતાથી અલગ

કોંગ્રેસ જનતાથી અલગ

- સરકાર દિલ્હીમાં હોય કે દેહરાદૂનમાં, આ જનતાથી અલગ લોકો છે, મનથી અલાયદા લોકો છે.

રાહુલ પર સાધ્યો નિશાનો

રાહુલ પર સાધ્યો નિશાનો

- કોંગ્રેસનો ઘમંડ સાતમાં આસમાને છે. ગઇકાલે કોંગ્રેસના નેતાજી(રાહુલ ગાંધી)એ પ્રેસ કોન્ફ્રેન્સ કરી. તે લોકપાલ પર ભાષણ કરી રહ્યા હતા. હું તેમને સવાલ પૂછવા માગુ છું કે જો તમને લોકપાલ એટલું જ મહત્વ લાગતુ હોય... ભ્રષ્ટાચારની એટલી જ ચિંતા છે...તો પછી ભુવનચંદ્ર ખંડૂરી સરકારે જે લોકાયુક્તનો જે કાયદો બનાવ્યો હતો તેને ઉત્તરાખંડમાં હજી સુધી લાગુ કેમ નથી કર્યો. તેને વાંચીને અણ્ણાએ પણ ખંડૂરીને શુભેચ્છા આપી હતી.

કોંગ્રેસમુક્ત ભારતની શરૂઆત

કોંગ્રેસમુક્ત ભારતની શરૂઆત

- પાંચ રાજ્યોની ચૂંટણીથી પવન કઇ દિશામાં છે તો સ્પષ્ટપણે જોઇ શકાય છે. દેશની જનતાએ કોંગ્રેસમુક્ત ભારતની શરૂઆત કરી દીધી છે. ચાર રાજ્યોએ આની પહેલ પણ કરી દીધી છે.

મને આશિર્વાદ આપો

મને આશિર્વાદ આપો

- પહાડી લોકોની નિર્મલતા, પવિત્રતા ગંગા જેવું જીવન મને પ્રભાવિત કરી દે છે. ઉત્તરાખંડના પ્રભારીના નાતે મેં અત્રે ઘણું બધું શીખ્યું છે. મને આશિર્વાદ આપો કે મે જે તમારી પાસેથી લીધું છે તેને પરત કરી શકું.

ઉત્તરાખંડમાં પણ અંધકાર કેમ છે?

ઉત્તરાખંડમાં પણ અંધકાર કેમ છે?

- સમય બદલાઇ ગયો છે, હવે પહાડનું પાણી અને જવાની તેના કામમાં આવશે. ઉત્તરાખંડમાં આટલું બધું પાણી હોવા છતા પણ અંધકાર કેમ છે? ઉત્તરાખંડ સરકારની પાસે કોઇ વિઝન નથી.

કોંગ્રેસ ગરીબોને ગરીબ જ રાખવા માગે છે

કોંગ્રેસ ગરીબોને ગરીબ જ રાખવા માગે છે

- કોંગ્રેસ ઇચ્છે છે કે લોકો ગરીબ રહે છે, જેથી તેમની સરકાર ચાલતી રહે.

ઉત્તરાખંડમાં વિકાસ કેમ નથી

ઉત્તરાખંડમાં વિકાસ કેમ નથી

- સવા સો કરોડ યાત્રિયોનું માર્કેટ ઉત્તરાખંડની રાહ જોઇ રહ્યું છે. ત્યાર બાદ પણ વિકાસ કેમ નથી થઇ રહ્યો. લોકોને તેમના નસીબ પર કેમ છોડી મૂકી દેવામાં આવી રહ્યા છે?

નવયુવાનો બેરોજગાર કેમ

નવયુવાનો બેરોજગાર કેમ

- હિમાલય જડી-બુટ્ટીઓનો ભંડાર છે. અત્રે ઔષધિઓનું નિર્માણ થઇ શકે છે અને રિસર્ચ સંસ્થાન ખુલી શકાય છે. તેમ છતાં નવયુવાનો બેરોજગાર છે.

આર્થિક સ્થિતિ સુધારી શકાય

આર્થિક સ્થિતિ સુધારી શકાય

- પહાડની મહિલાઓને સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેઇનિંગ આપીને પણ રાજ્યની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે. પરંતુ દેહરાદૂન અને દિલ્હી સરકારની પાસે આવા વિચાર જ નથી.

નરેન્દ્ર મોદીનું ભાષણ

નરેન્દ્ર મોદીનું ભાષણ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X