For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં બીચ પર દારૂ પીવા પર પ્રતિબંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

goa
પણજી, 24 એપ્રિલ: ગોવા સરકારે સમુદ્રી બીચો પર કચરો અને મહિલાઓને થનારી હેરાનગતિ રોકવા માટે ત્યાં દારૂ પીવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગોવા પર્યટન નિર્દેશક નિખિલ દેસાઇએ જણાવ્યું હતું કે સમુદ્ર કિનારે બનેલી ઝુંપડીઓ જેવા નિશ્વિત સ્થળો પર લોકો મદિરાપાન કરી શકે છે.

તેમને કહ્યું હતું કે ગોવા પર્યટન સ્થળ (સંરક્ષણ અને દેખરેખ) અધિનિયમ હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે રાજ્ય સરકારે પર્યટન ક્ષેત્રોમાં ઉપદ્રવી ગતિવિધિઓને રોકવાનો અધિકાર આપે છે. અધિનિયમમાં પર્યટન સ્થળોના નુકસાનથી બચવા અને તેમની દેખરેખ તથા પર્યટન ક્ષમતાને બનાવી રાખવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. તટીય વિસ્તારોમાં કાનૂન-વ્યવસ્થાનું કામ જોઇ રહેલી પોલીસની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનથી તાત્કાલિક પ્રભાવથી આદેશ લાગૂ કરવા માટે કહ્યું છે.

નિખિલ દેસાઇએ કહ્યું હતું કે ઉલ્લંખન કરનારાઓની ધરપકડ કરવામાં આવી શકે છે. તેમને દાવો કર્યો હ્તો કે લાઇસેન્સી શેકોં (ઝૂંપડીઓ) અથવા છૂટક દારૂ વેચાનાર અન્ય કોઇ સ્થળ પર દારૂ પીવા પર કોઇ મનાઇ નથી. ફેંકવામાં આવેલી તૂટેલી બોટલોથી પર્યટકોને ઇજા પહોંચવા, બીચ પર ગંદકી અને મહિલાઓની પરેશાન કરવાની ફરિયાદો બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગોવામાં દર વર્ષે લગભગ 24 લાખ પર્યટકો ફરવા આવે છે જેમાંથી મોટાભાગે ધરેલું પર્યટકો હોય છે.

English summary
Drinking an ice-cold beer from that frosted green pint glass bottle may soon be a crime on Goa's beaches, a senior police officer said on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X