For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GO First એરલાઇનને DGCAએ કર્યો 10 લાખ રૂપિયા દંડ, 55 યાત્રિઓને છોડી ઉડી હતી ફ્લાઇટ

DGCA એ એરલાઇન ગો ફર્સ્ટ ગો ફર્સ્ટ એરલાઇન્સ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. GoFirst ફ્લાઇટ 55 મુસાફરોને ટાર્મેક પર છોડીને ઉપડી હતી, જેના પગલે DGCA એ એરલાઇન્સ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે ગો ફર્સ્ટ એરલાઇન્સ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએ દ્વારા આ કાર્યવાહી ફ્લાઇટમાં પેસેન્જર છોડવાના કિસ્સામાં કરવામાં આવી છે. 9 જાન્યુઆરીના રોજ, GoFirst ફ્લાઇટ 55 મુસાફરોને એરપોર્ટ પર ઉતાર્યા બાદ ઉડાન ભરી હતી. વિમાન બેંગ્લોરથી દિલ્હી જઈ રહ્યું હતું. ઘટનાની નોંધ લેતા, ઉડ્ડયન નિયમનકાર DGCAએ એરલાઇન પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

ફ્લાઇટ G8-116 ઘટના

ફ્લાઇટ G8-116 ઘટના

જે બાદ હવે આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ જણાવ્યું કે 09 જાન્યુઆરીએ એક ઘટના બની હતી, જેમાં બેંગ્લોર-દિલ્હી સેક્ટર પર GoFirst ફ્લાઈટ G8-116 એ 55 મુસાફરોને બેંગ્લોર એરપોર્ટ પર છોડી દીધા હતા. DGCA GoFirst ના એકાઉન્ટેબલ મેનેજરને કારણ બતાવો નોટિસ જારી કરે છે કે તેમની સામે અમલીકરણની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ.

કારણ બતાવો નોટીસ ફટકારી હતી

કારણ બતાવો નોટીસ ફટકારી હતી

DGCAએ વધુમાં જણાવ્યું હતું કે GoFirstએ 25 જાન્યુઆરીએ કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી છે. જવાબ દર્શાવે છે કે ટર્મિનલ કોઓર્ડિનેટર (TC), કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે એરક્રાફ્ટમાં મુસાફરોના ચઢવા અંગે યોગ્ય કોમ્યુનિકેશન અને કોઓર્ડિનેશન નહોતું.

10 લાખનો દંડ ફટકાર્યો

10 લાખનો દંડ ફટકાર્યો

ઉડ્ડયન નિયમનકાર DGCAએ જણાવ્યું કે એરલાઇન ગ્રાઉન્ડ હેન્ડલિંગ, લોડ અને ટ્રીમ શીટ તૈયાર કરવા, ફ્લાઇટ ડિસ્પેચ અને પેસેન્જર/કાર્ગો હેન્ડલિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી, તેથી રૂ. 10 લાખના દંડના રૂપમાં અમલીકરણની કાર્યવાહી કરવામાં આવી છે.

અગવડતા પામેલ યાત્રિઓ માટે કરી જાહેરાત

અગવડતા પામેલ યાત્રિઓ માટે કરી જાહેરાત

જો કે ગોફર્સ્ટ એરલાઈન્સે આ ઘટના માટે માફી માંગી છે. તેમજ અસરગ્રસ્ત મુસાફરો માટે એક મોટી જાહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે આગામી 12 મહિનામાં કોઈપણ ઘરેલુ મુસાફરી માટે એક ટિકિટ મફત આપવામાં આવશે.

English summary
GO First airline fined Rs 10 lakh by DGCA, flight left 55 passengers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X