For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૂર્તિઓ બનાવી આજીવિકા ચલાવવા માટે મજબૂર છે, ફેડરેશન કપમાં જીત અપાવનાર આ ક્રિકેટર

રમતમાં રાજ્ય કે દેશનું પ્રતિનિધિત્વ કરી ઘણા ટાઇટલ જીતનારા ખેલાડીઓની હાલતનો અંદાજો આ પરથી જ લગાવી શકાય કે તેઓને નોકરી મેળવવા માટે ધક્કા ખાવા પડે છે

|
Google Oneindia Gujarati News

રમતમાં રાજ્ય કે દેશનું પ્રતિનિધિત્વ કરી ઘણા ટાઇટલ જીતનારા ખેલાડીઓની હાલતનો અંદાજો આ પરથી જ લગાવી શકાય કે તેઓને નોકરી મેળવવા માટે ધક્કા ખાવા પડે છે અને તેના પછી થાકી હારીને જીવન નિર્વાહ ચલાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ ખેલાડીએ પણ તેમના રાજ્ય માટે ઘણા મેડલ જીત્યા હતા, ટેનિસ બોલ ક્રિકેટમાં આ ખેલાડીએ ગોવામાં 8 વખત પ્રતિનિધિત્વ કર્યું. પરંતુ આજે ચંદન ગોદરેકરને તેમની આજીવિકા ચલાવવા માટે મૂર્તિઓ બનાવવા માટે મજબૂર છે.

નોકરીની શોધમાં ભટકી રહેલો ખિલાડી

નોકરીની શોધમાં ભટકી રહેલો ખિલાડી

ચંદન ગોદરેકરએ કેટલી બધી વાર સરકારી નોકરી મેળવવા માટે કોશિશ કરી, પરંતુ દરેક વખતે તેણે નિરાશા મળી છે અને ખાલી હાથે પાછું આવવું પડ્યું છે. ચંદન સળંગ સાત વર્ષથી સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ તેમની સાથે તે તમામ પ્રમાણપત્રોને લઈને દર દર ભટકી રહ્યા છે જે તેમને રમતો રમવા દરમિયાન મળ્યા હતા પરંતુ આ બધા તેમને નોકરી મેળવવા માટે અપૂરતા પુરવાર થઈ રહ્યા છે.

ગોવાનું 8 વખત કર્યું છે પ્રતિનિધિત્વ

ગોવાનું 8 વખત કર્યું છે પ્રતિનિધિત્વ

બધે જ નિરાશા મળ્યા પછી ચંદન તેના મિત્ર પ્રવીણ હલનકર સાથે મળીને મૂર્તિ બનાવી અને તેમના માટે બે ટાઈમ જમવાનું મળે તેનો જુગાડ કર્યો. ગણપતિના તહેવાર દરમિયાન મૂર્તિ બનાવી રહેલા ચંદનએ કહ્યું કે તે તમામ પ્રકારની મૂર્તિઓ બનાવે છે, અર્ધ-ફુટથી ત્રણ ફૂટની મૂર્તિઓ બનાવી પોતાની આજીવિકા ચલાવે છે. સખત મહેનતના દમ પર ચંદનએ તેમનું કામ વધારી લીધું છે અને આજે તે હકીકતથી ખુશ છે કે હવે તેમને સરકારી નોકરી માટે ઓફિસના ચક્કરો લગાવવા પડતા નથી.

રમવાનું ચાલુ રાખવાનો કર્યો છે નિર્ણય

રમવાનું ચાલુ રાખવાનો કર્યો છે નિર્ણય

માટીની બનેલી આ મૂર્તિઓ સુંદર હોય અને ચંદન અને તેમના મિત્રોએ છેલ્લા વર્ષની તુલનામાં 250 થી વધુ મૂર્તિઓનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે લોકો તેમના પાસેથી 100 મૂર્તિઓ લઇ ગયા હતા. તે આજે પોતાના નવા કામથી ખુશ તો છે પરંતુ તેમના દિલમાં એ વાતની તકલીફ છે કે તેમને જે મુકામ પર હોવું જોઈએ, તે ન મેળવી શક્યા. તે કહે છે કે સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા, બીજા ઘણા લોકો લાભ લઈ શકે છે અને સરકારે તેની વ્યવસ્થા કરવી જોઈએ. ચંદન વર્ષ 2013 માં ફેડરેશન કપ જીતનાર ટીમનો એક ભાગ હતો. ચંદન કહે છે કે તે ક્યારેય હાર નહીં માને અને રમવાનું ચાલુ રાખશે.

English summary
Goa: Cricketer turns idol-maker, after he gets no govt jobs for 7 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X