For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભાજપના વિભાજનકારી એજન્ડાને હરાવવા માટે આવો એકસાથે' મમતા બેનર્જીએ ગોવાના લોકોને કરી અપીલ

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ 28 ઓક્ટોબરે ગોવાના બે દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની બહાર પોતાની પાર્ટીના વિસ્તારમાં લાગેલી તૃણમૂલ કોંગ્રેસ હાલમાં ગોવા અને ત્રિપુરામાં પોતાનુ સૌથી વધુ ધ્યાન આપી રહી છે. ટીએમસીના ઘણા મોટા નેતા આ બંને રાજ્યોમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન પાર્ટી પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ 28 ઓક્ટોબરે ગોવાના બે દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ પર જતા પહેલા મમતા બેનર્જીએ ગોવાના લોકોને અપીલ કરી છે કે તે બધા ભાજપના વિભાજનકારી એજન્ડા સામે એક થઈ જાય. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને આ વાત કહી છે.

mamata banerjee

ગોવામાં ટીએમસીની સરકાર લઈને આવશે નવી સવારઃ મમતા

મમતા બેનર્જીએ ટ્વિટ કરીને કહ્યુ છે, '28 તારીખથી શરૂ તા મારા ગોવા પ્રવાસ પહેલા હું તૈયારી કરી રહી છુ, માટે હું રાજ્યના લોકો, સંગઠનો અને રાજકીય પાર્ટીઓને એ આહ્વાન કરુ છુ કે તે ભાજપના વિભાજનકારી એજન્ડાને હરાવવા માટે એકસાથે આવે. ગોવાના લોકોએ છેલ્લા 10 વર્ષોમાં ખૂબ સહન કર્યુ છે.' મમતા બેનર્જીએ એક અન્ય ટ્વિટમાં કહ્યુ કે અમે ગોવામાં નવી સરકારની રચનાથી એક નવી સવાર લઈને આવીશુ. વાસ્તવમાં લોકોની સરકાર હશે અને તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ હશે.

English summary
Goa people join forces against 'divisive' agenda of BJP, says Mamata banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X