ગોવા પોલીસે અરવિંદ કેજરીવાલને મોકલ્યા સમન, 27 એપ્રિલે હાજર થવા માટે કહ્યુ
Goa Police Summon Arvind Kejriwal: ગોવાની પેરનેમ પોલીસે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન જાહેર કર્યા છે. ગોવા પોલીસે સીએમ કેજરીવાલને નોટિસ મોકલીને ગુરુવારે(27 એપ્રિલ) હાજર થવા માટે કહ્યુ છે.
ગોવા પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે તપાસમાં જાણવા મળ્યુ છે કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સરકારી સંપત્તિ પર ગેરકાયદેસર રીતે ચૂંટણી પોસ્ટર બનાવવા અને લગાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં પરનેમ પોલીસે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ નોટિસ પરનેમ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દિલીપ કુમાર હાલર્નકર વતી અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવી છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 41A હેઠળ પોલીસ કોઈપણ વ્યક્તિને પૂછપરછ માટે બોલાવી શકે છે. હજુ સુધી આ સમગ્ર મામલે અરવિંદ કેજરીવાલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગોવા ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સ્થળોની દિવાલો પર પોસ્ટર ચોંટાડવા બદલ કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 2 સીટો જીતી હતી.
ગોવા પોલીસે કેજરીવાલને કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજરની કલમ 41 (A) હેઠળ નોટિસ મોકલી છે. તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 2 સીટો જીતી છે.












Click it and Unblock the Notifications
