For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

200 કિલો કેરીનો રસ પીવાથી ભગવાન બીમાર થયા, 15 દિવસનો બેડ રેસ્ટ

આ દિવસોમાં સમગ્ર રાજસ્થાન ભટ્ટીની જેમ તપી રહ્યું છે. અહીંના ચુરુ જીલ્લામાં, મહત્તમ તાપમાન 51 ડિગ્રીને સ્પર્શ્યું છે. ભીષણ ગરમીને કારણે લોકો પર ખૂબ જ ખરાબ અસર થઇ રહી છે, જીવજંતુઓ પણ બેહાલ છે.

|
Google Oneindia Gujarati News

આ દિવસોમાં સમગ્ર રાજસ્થાન ભટ્ટીની જેમ તપી રહ્યું છે. અહીંના ચુરુ જીલ્લામાં, મહત્તમ તાપમાન 51 ડિગ્રીને સ્પર્શ્યું છે. ભીષણ ગરમીને કારણે લોકો પર ખૂબ જ ખરાબ અસર થઇ રહી છે, જીવજંતુઓ પણ બેહાલ છે. આ દરમિયાન, રાજસ્થાનના કોટા જિલ્લાના એક મંદિરમાં બિરાજેલા ભગવાન પણ ગરમીની ચપેટમાં આવીને બીમાર પડી ગયા છે. વૈદ્યએ આરોગ્યની તપાસ કરી તેમને 15 દિવસનો 'બેડ રેસ્ટ' લેવા કહ્યું. આવામાં મંદિરના પટ 23 જૂન સુધી બંધ કરવામાં આવ્યું છે જેથી કોઈ અવાજ ન થાય અને ભગવાનના સ્વાસ્થ્યમાં જલ્દી સુધાર થઇ શકે.

આ પણ વાંચો: આવનારા 6 મહિના સુધી અમિત શાહ જ ભાજપા અધ્યક્ષ રહી શકે છે: સૂત્ર

કોટાના રામપુરાના મંદિરમાં બીમાર થયા ભગવાન

કોટાના રામપુરાના મંદિરમાં બીમાર થયા ભગવાન

આ મામલો કોટાના રામપુરા સ્થિત પ્રાચીન જગદીશ મંદિરનો છે. અહીં, 7 મી જૂને, મંદિરમાં વિરાજેલા ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રને લગભગ 200 કિલો કેરીના રસનો ભોગ લગાવામાં આવ્યો હતો. તેના પરિણામે, ભગવાનનું આરોગ્ય ખરાબ થઈ ગયું. વૈદ્યને બોલાવામાં આવ્યા. તેમણે ભગવાનની નાડીની તપાસ કરી અને પછી લવિંગ-તુલસીથી સારવાર શરૂ કરી.

મંદિરના પટ 23 મી જૂન સુધી બંધ રહેશે

મંદિરના પટ 23 મી જૂન સુધી બંધ રહેશે

વૈદ્યએ જણાવ્યું ભગવાનના સ્વાસ્થ્યને સુધરવા માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય લાગશે. આવા સંજોગોમાં, મંદિરમાં અવાજ ન થાય તેના માટે ન માત્ર મંદિરની ઘંટડીઓ પર કપડું બાંધવામાં આવ્યું છે, પરંતુ રાતે 9:30 વાગ્યે શયન દર્શન પછી 9.30 વાગ્યે મંદિરના પટ પણ 23 મી જૂન સુધી બંધ કરવામાં આવ્યા છે.

ઔષધીનો લગાવી રહ્યા છે ભોગ

ઔષધીનો લગાવી રહ્યા છે ભોગ

હવે વૈદ્ય દરરોજ મંદિરમાં આવીને ભગવાનના આરોગ્યની તપાસ કરે છે. આ ઉપરાંત, ભક્તોને મંદિર પ્રશાસન દ્વારા દર્શન દરમિયાન શાંત રહેવાની સૂચના આપવામાં આવી છે. શનિવારથી, ભગવાનના બાળસ્વરૂપની નિયમિત સંભાળ લેવામાં આવી રહી છે. દરરોજ ઔષધિ તરીકે તુલસી, લવિંગ અને કાળા મરીનો ભોગ લગાવામાં આવે છે. ભગવાનની સારવારની પ્રક્રિયા 15 દિવસ માટે આજ રીતે ચાલુ રહેશે.

25 જૂને નીકળશે રથ યાત્રા

25 જૂને નીકળશે રથ યાત્રા

કોટા રામપુરાના જગદીશ મંદિરના સ્થાપક એસ. કે. ચિરંજીવીના જણાવ્યા મુજબ, ભગવાનના સ્વાસ્થ્યમાં સુધાર થવા પર, મંદિરના પટ 23 મી જૂને સાંજે સાડા સાત વાગે ખોલવામાં આવશે. ભગવાનના દર્શનની પ્રક્રિયા શરૂ થશે. તેના બીજા દિવસે હવન હશે. ભગવાન જગન્નાથની રથ યાત્રા 25 જૂનના રોજ સવારના 7:30 વાગ્યે નીકળશે.

English summary
God got sick by drinking 200 kg of mango juice, 15 days bed rest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X