ખાનગી શાળાના શિક્ષકો માટે સારા સમાચાર! સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો

ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે એક રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે 2009 ના કાયદાને માન્ય રાખ્યો છે, જે મુજબ આવા શિક્ષકો પણ ગ્રેચ્યુટીના હકદાર છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ નિયમ 1997થી લાગુ થશે.

નવી દિલ્હી : ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે એક રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે 2009 ના કાયદાને માન્ય રાખ્યો છે, જે મુજબ આવા શિક્ષકો પણ ગ્રેચ્યુટીના હકદાર છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ નિયમ 1997થી લાગુ થશે. આનો અર્થ એ થયો કે ખાનગી શાળાઓએ 1997 પછી નિવૃત્ત થયેલા તમામ શિક્ષકોને વ્યાજ સાથે અને 6 અઠવાડિયાની અંદર ગ્રેચ્યુઇટી ચૂકવવી પડશે.

તમામ કર્મચારીઓ/શિક્ષકોને વ્યાજ સાથે ગ્રેચ્યુટી ચૂકવવાનો આદેશ આપ્યો

તમામ કર્મચારીઓ/શિક્ષકોને વ્યાજ સાથે ગ્રેચ્યુટી ચૂકવવાનો આદેશ આપ્યો

જસ્ટિસ સંજીવ ખન્ના અને બેલા એમ. ત્રિવેદીની સુપ્રીમ કોર્ટની બેન્ચે બુધવારના રોજ ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા અને અન્યખાનગી સ્કૂલો દ્વારા દાખલ કરવામાં આવેલી 20 થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી.

સર્વોચ્ચ અદાલતે ખાનગી શાળાઓને 6અઠવાડિયાની અંદર પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી (સુધારા) અધિનિયમ, 2009 હેઠળ તમામ કર્મચારીઓ/શિક્ષકોને વ્યાજ સાથે ગ્રેચ્યુટી ચૂકવવાનોઆદેશ આપ્યો હતો.

દરેક ખાનગી શાળાની આર્થિક સ્થિતિ સારી નથી

દરેક ખાનગી શાળાની આર્થિક સ્થિતિ સારી નથી

સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓની દલીલને ફગાવી દીધી છે કે, તેમની પાસે શિક્ષકોને ગ્રેચ્યુઇટી ચૂકવવાની નાણાકીય ક્ષમતા નથી.

શાળાઓવતી દલીલ કરવામાં આવી હતી કે, દરેક ખાનગી શાળાની આર્થિક સ્થિતિ સારી નથી.

આના પર ખંડપીઠે કહ્યું કે, સંભવ છે કે, કેટલાકરાજ્યોમાં ફી નિર્ધારણ સંબંધિત કાયદાઓ છે, જેનું પાલન કરવું પડશે, પરંતુ આ નિયમોનું પાલન કરવાનો અર્થ એ નથી કે, શિક્ષકોનેગ્રેચ્યુઈટીથી વંચિત રાખવામાં આવે, જે તેમનો અધિકાર છે.

રાજીનામું અથવા નિવૃત્તિ પછી, તે ગ્રેચ્યુટીનો હકદાર બનશે

રાજીનામું અથવા નિવૃત્તિ પછી, તે ગ્રેચ્યુટીનો હકદાર બનશે

વાસ્તવમાં ગ્રેચ્યુઈટી સંબંધિત કાયદો 1972થી અમલમાં છે. તે મુજબ, જો કોઈ કર્મચારીએ સતત 5 વર્ષ સુધી કોઈ સંસ્થામાં સેવા આપીહોય, તો રાજીનામું અથવા નિવૃત્તિ પછી, તે ગ્રેચ્યુટીનો હકદાર બનશે.

એપ્રીલ 1997માં, શ્રમ મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓને તેના દાયરામાંલાવવા માટે એક સૂચના બહાર પાડી હતી.

નોટિફિકેશન મુજબ, ગ્રેચ્યુટીના નિયમો તે ખાનગી શાળાઓ પર પણ લાગુ કરવામાં આવ્યા હતા,જેમાં ઓછામાં ઓછા 10 કર્મચારીઓ કામ કરે છે.

2009ના સુધારામાં આ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી હતી, પરંતુ ખાનગી શાળાઓએતેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

અગાઉના કાયદામાં ખામીઓ હતી

અગાઉના કાયદામાં ખામીઓ હતી

શાળાઓ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, 2009નો સુધારો સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ખાનગીશાળાના શિક્ષકો કર્મચારી નથી.

આથી તેઓ ગ્રેચ્યુટીના હકદાર નથી. જસ્ટિસ ખન્નાએ ચુકાદો લખતી વખતે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ગ્રેચ્યુટીપર શિક્ષકોના દાવાને સ્વીકાર્યો નથી. કારણ કે, અગાઉના કાયદામાં ખામીઓ હતી. ત્યારબાદ કોર્ટે વિધાનસભાને તે છટકબારીઓ સુધારવાકહ્યું છે.

ફક્ત આ શિક્ષકોને જ લાગુ થશે

ફક્ત આ શિક્ષકોને જ લાગુ થશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગ્રેચ્યુઈટી કાયદામાં બેકડેટેડ સુધારો ફક્ત તે શિક્ષકોને જ લાગુ થશે, જેઓ 3 એપ્રીલ, 1997 ના રોજ સેવામાં હતા અનેનોકરી છોડતી વખતે ઓછામાં ઓછા સતત પાંચ વર્ષ સુધી સેવા આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X