Google નું સર્વર ડાઉન, યુટ્યૂબ-જીમેલમાં પણ સમસ્યાની ફરીયાદ

નવી દિલ્હી : યુઝર્સ ગૂગલનું સર્વર ડાઉન થયુ હોવાની ફરીયાદ કરી રહ્યા છે. ગૂગલનું સર્વર ડાઉન થતા હવે ગૂગલની બીજી પ્રોડક્ટ યુટ્યૂબ, ગૂગલ ડ્રાઈવ અને જીમેલ સહિત સર્ચમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગૂગલની મોટાભાગની સેવાઓ સર્વર ડાઉન થવાને કારણે પ્રભાવિત થઈ છે. ગૂગલનું સર્વર થતા હવે ટ્વિટર પર યુઝર્સ તેની ફરીયાદ કરતા જોવા મળ્યા છે.

google

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, YouTube, Drive, Gmail, Duo, Meet, Hangouts, Docs, Sheets એપ્સ અને વેબસાઇટ્સની સેવાઓ ડાઉન થઈ છે.યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, આ તમામ સર્વિસ 502ની એરર આવી રહી છે. નિષ્ણાતો અનુસાર, જ્યારે સર્વર રિસ્પોન્સ ન આપે ત્યારે ગૂગલમાં 502 એરર આવે છે. ડાઉન ડિટેક્ટર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં સવારે 11 વાગ્યાની આસપાસ આ સેવાઓ પ્રભાવિત થઈ છે. જોકે કેટલીક જગ્યાએ યોગ્ય રીતે કામ કરી રહી છે.

દર વખતની જેમ આ વખતે પણ લોકો ટ્વિટર પર દોડી આવ્યા છે. ગુગલની સેવાઓ બંધ થઈ ત્યારે લોકોને લાગ્યું કે તેમના ઈન્ટરનેટમાં કોઈ સમસ્યા છે. બાદમાં જ્યારે તે ટ્વિટર પર ગયા તો ત્યાં પણ ઘણા લોકોએ આવી ફરિયાદ કરી હતી, જેના પરથી જાણવા મળ્યું કે ગૂગલના સર્વરમાં સમસ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X