ગુગલ સર્ચમાં રાહુલ બાબાને પછાડાટ, મોદી નં 1
નવી દિલ્હી, 8 ઓક્ટોબરઃ ચૂંટણી પહેલા ગુગલ ઇન્ડિયાના સર્વેથી સત્તાધારી કોંગ્રેસી મુશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ છે. સર્વે અનુસાર ગુગલ સર્ચમાં રાજનેતાઓની શ્રેણીમાં સૌથી વધુ સર્ચ થનારાઓમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ટોચ પર છે.
આ પ્રકારે રાજકીય પાર્ટીઓની શ્રેણીમાં ભાજપ, કોંગ્રેસ કરતા એક ડગલું આગળ છે. એટલે કે, ઇન્ટરનેટ યુઝર્સ કોંગ્રેસના બદલે ભાજપ અંગે જાણકારી શોધે છે. જો કે, ગુગલ ઇન્ડિયાએ પોતાના સર્વેના હવાલાથી કહ્યુંકે, 42 ટકા મતાદાતાઓ હજુ સુધી અનિર્ણયની સ્થિતિમાં છે.
ગુગલ સર્માં મોદી બાદ બીજા નંબર પર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે, ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના મહત્વના કાર્યકર્તા અને એએપીના નેતા અરવિંદ કેજરીવાલ છે.
આ રીતે રાજકીય પાર્ટીઓમાં ભાજપ સૌથી વધુ સર્ચ કરવામાં આવતી પાર્ટી છે. ત્યારબાદ કોંગ્રેસ, પછી કેજરીવાલની એએપી, માયાવતીની બીએસપી અને શિવસેનાને સૌથી વધારે સર્ચ કરવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ટોપ 10 સર્ચ થનારા નેતાઓમાં કોણ-કોણ છે.

નરેન્દ્ર મોદી
ભાજપના 2014ની લોકસભા ચૂંટણીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી

રાહુલ ગાંધી
કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને અમેઠીથી સાંસદ

સોનિયા ગાંધી
કોંગ્રેસના અધ્યક્ષા છે. તેઓ 1998થી પાર્ટીને લીડ કરી રહ્યાં છે.

ડો. મનમોહન સિંહ
ડો. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન છે અને આ યાદીમાં તેઓ ચોથા ક્રમે છે.

અરવિંદ કેજરીવાલ
આ યાદીમાં અરવિંદ કેજરીવાલ પાંચમા ક્રમે છે. તેઓએ તાજેતરમાં જ આમ આદમી પાર્ટી કરીને રાજકીય પક્ષ લોન્ચ કર્યો છે, આ પહેલા તેઓ એક સામાજિક કાર્યકર્તા હતા.

જયલલિતા
જયલલિતા તમિળનાડુના મુખ્યમંત્રી છે.

અખિલેશ યાદવ
અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. તેઓ ભારતના સૌથી યુવા મુખ્યમંત્રી છે.

નીતિશ કુમાર
નીતિશ કુમાર 2005થી બિહારના મુખ્યમંત્રી છે. તેમજ મોદીનો વિરોધ કરવાના કરાણે તથા ભાજપ સાથે છેડો ફાડવાના કારણે તેઓ ઘણા ચર્ચામાં રહ્યાં છે.

સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે. આ યાદીમાં સ્થાન બનાવનાર તેઓ ત્રીજા મહિલા રાજકારણી છે.

દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહ એઆઇસીસીના જનરલ સેક્રેટરી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે.












Click it and Unblock the Notifications
