કોરોના વાયરસના કારણે આ વર્ષે હાયરિંગ નહિ કરે ગૂગલ, સ્થિતિ 2008ની મંદી જેવીઃ સુંદર પિચાઈ
ગૂગલે વર્ષ 2020માં બાકી મહિના માટે સ્લો હાયરિંગનો નિર્ણય લીધો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કોરોના વાયરસ મહામારીના કારણે કંપનીમાં લોકોને કામ પર રાખવાની પ્રક્રિયા ધીમી કરી દીધી છે. આ અંગેની માહિતી તેમણે પોતાના કર્મચારીઓને એક ઈમેલ દ્વારા આપી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનુ કહેવુ છે કે કોવિડ-19ને ફેલાતો રોકવા માટે એશિયાના ગૂગલ કાર્યાલયોને 2 મહિનાથી વધુ સમયથી અમે બંધ રાખ્યા છે. આવા સમયમાં અમારે પોતાના જરૂરી ઉપકરણો જેવા કે લેપટૉપ, સિક્યોરિટી વગેરેની કમીનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે કહ્યુ કે અમે વિચારી પણ નહોતા શકતા કે દુનિયાભરમાં આટલા બધા લોકો માટે આટલો મોટો ફેરફાર આટલો જલ્દી કરવો પડી શકે છે. અમારી ભાવનાઓ એ લોકો સાથે છે જેમણે આ મહામારીના કારણે પોતાના સ્વજનોને ગુમાવી દીધા છે અથવા આ બિમારી સામે લડી રહ્યા છે. તેમણે કહ્યુ કે અત્યારે 2020ના માત્ર 4 મહિના નીકળ્યા છે અને તેમાં અમે આવુ અનુમાન નહોતુ લગાવ્યુ કે અમારાથી આટલા લોકોને આ વૈશ્વિક મહામારી દરમિયાન ઘરેથી જ કામ કરવુ પડશે.
તેમણે જણાવ્યુ કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં આ પડકારોને નિપટવા માટે અમે દરેક સમયે વધુને વધુ સાચી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે અને કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકોની મદદ માટે 800 મિલિયન ડૉલરથી વધુનુ દાન પણ આપ્યુ છે. આ બધા ઉપરાંત ઘણી સરકારી અને સાર્વજનિક આરોગ્ય અધિકારીઓની પણ અમે મદદ કરવાની કોશિશ કરી છે જેનાથી આ બિમારીને ફેલાતી રોકી શકાય. આ સાથે સાથે અમે ટેસ્ટિંગ અને પીપીઈ અને જરૂરી ચિકિત્સા ઉપકરણોના ઉત્પાદન માટે પણ રોકાણ કર્યુ છે.
રોકાણ કરવાનુ ચાલુ રાખીશુ
કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 'અમે લોકો અમુક સમય માટે હાયરિંગ પ્રક્રિયાને ઘટાડવા માંગીએ છીએ. અત્યારે અમારુ ફોકસ અન્ય ક્ષેત્રોમાં વ્યવસાયને વધારવાનુ છે. સુંદર પિચાઈએ કહ્યુ, અમે પોતાના મિશનને આ રીતે આગળ વધારતા રહીશુ. અત્યારે દુનિયાની અર્થવ્યવસ્થા 2008ના આર્થિક સંકટ જેવી સ્થિતિમાં છે અને આપણે 2008ની પરિસ્થિતિઓથી પાઠ લેવો જોઈએ. સુંદર પિચાઈએ કહ્યુ કે કર્મચારીઓની લો હાયરિંગ છતા અમે રોકાણ કરવાનુ ચાલુ રાખીશુ.'
આ પણ વાંચોઃ લૉકડાઉન વચ્ચે યુવકે પત્નીનુ શ્રાદ્ધ કરવાના બદલે ગરીબોને જમાડ્યા