ગૂગલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં, દંડના 10 ટકા રૂપિયા જમા કરાવવા પડશે

સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે અને દંડની 10 ટકા રકમ જમા કરવા કહ્યું છે.

નવી દિલ્હી: ગૂગલ ઈન્ડિયાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે અને દંડની 10 ટકા રકમ જમા કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ગૂગલને એક મહિનાનો સમય આપ્યો છે અને અરજીને ટ્રિબ્યુનલને પાછી મોકલી છે. ટ્રિબ્યુનલને 31 માર્ચ સુધીમાં આ મુદ્દે નિર્ણય લેવા કહ્યું છે.

Google

ગૂગલ પર આરોપ છે કે તેને એન્ડ્રોઇડ માટે માર્કેટમાં તેની સ્થિતિનો લાભ લીધો. આને લઈને ગૂગલ પર 1338 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંટ ફટકાર્યા બાદ ગૂગલ સુપ્રીમ કોર્ટમાં ગયુ હતું. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ગુરુવારે સુનાવણી થઈ હતી અને કંપની તરફથી હાજર એડવોકેટ એએમ સિંઘવીએ કહ્યું હતું કે,તેમના ક્લાયન્ટ પર કોઈપણ તપાસ અને પુરાવા વિના દંડ લાદવામાં આવ્યો છે, જે યોગ્ય નથી.

આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ કરી રહી છે. પીઠે કંપનીના વકીલને પૂછ્યું કે, શું ગૂગલ ઈન્ડિયા ભારતમાં એ જ નિયમો લાગુ કરે છે જે યુરોપમાં લાગુ છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે જૂના આદેશમાં દખલ નહીં કરે. ગૂગલ ઈન્ડિયાએ દંડની 10 ટકા રકમ જમા કરાવે અને ફરીથી ટ્રિબ્યુનલમાં જાય. સુપ્રીમમ કોર્ટે ટ્રિબ્યુનલને આ મામલાનો 31 માર્ચ સુધીમાં નિકાલ કરવા આદેશ આપ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ગૂગલને આ દંડ ફટકારાયો હતો. આ દંડ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ફટકાર્યો છે. પહેલા 1337 કરોડ અને બીજી વખત દંડ સાથે 936.44 કરોડનો દંડ ફટકાર્યો છે. ગૂગલ પર આરોપ છે કે, ગૂગલે એન્ડ્રોઇડ માર્કેટમાં પોતાની સ્થિતિનો ફાયદો ઉઠાવીને પોતાને આગળ રાખ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X