જાણો આજથી કઈ દુકાનો ખુલશે અને કઈ હજુ પણ બંધ રહેશે
કોરોના વાયરસ(કોવિડ-19) સંકટના કારણે દેશમાં અત્યારે લૉકડાઉન લાગેલુ છે જે 3 મે સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો આદેશ જારી કર્યો છે.
કોરોના વાયરસ(કોવિડ-19) સંકટના કારણે દેશમાં અત્યારે લૉકડાઉન લાગેલુ છે જે 3 મે સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો આદેશ જારી કર્યો છે. જે હેઠળ દેશમાં શનિવારથી તમામ દુકાનોને શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. દુકાનોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. જો કે હજુ શોપિંગ કૉમ્પ્લેક્સ અને મૉલ વગેરેને ખોલવાની મંજૂરી નથી મળી. આનાથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજથી દેશમાં વ્યાવસાયિક ગતિવિધિઓ થોડી ગતિ પકડી શકશે.

કઈ દુકાનો ખુલશે?
- દેશના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એ દુકાનો, જે શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે તેમને શનિવારથી ખોલવામાં આવી શકે છે.
- ગૃહ મંત્રાલય તરફથી જારી આદેશ અનુસાર કેન્દ્ર સરકારે આવાસીય કૉલોનીઓની નજીક બનેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જે નગરપાલિકા નિગમો અને નગરપાલિકોની સીમાની અંદર આવતી હોય.
- નગર નિગમો અને નગર પાલિકાઓની બહાર સ્થિત રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખુલી શકશે.
- જો કે દુકાનોમાં માત્ર 50 ટકા કર્મચારી જ કામ કરી શકશે. બધાએ માસ્ક પહેરવુ ફરજિયાત હશે અને સોશિયલ ડિસ્ટંસીંગની સીમામાં રહેવુ પડશે.
- ગૃહ મંત્રાલયના આદેશ મુજબ નૉન હૉટસ્પૉટ એરિયામાં આજથી સલૂન અને બ્યુટી પાર્લર પણ ખોલવામાં આવી શકશે. અહીંથી પણ સોશિયલ ડિસ્ટંસીગનુ પાલન કરવાનુ રહેશે અને માસ્ક લગાવવુ પણ જરૂરી છે.
- ગ્રામીણ અને અર્ધ ગ્રામીણ વિસ્તારોમાં પણ બધી દુકાનોને ગૃહ મંત્રાલયની શરતો અનુસાર ખોલવામાં આવી શકે છે.
- શહેરી વિસ્તારમાં આવાસીય કૉલોની પાસે બનેલી દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનોમાં બિન જરૂરી વસ્તુઓ અને સેવાઓ પણ આજથી શરૂ કરવામાં આવી શકે છે.
- ગ્રામીણ વિસ્તારોમાં બધા પ્રકારની દુકાનોમાં બિન જરૂરી વસ્તુઓ અને સેવાઓ પણ આજથી શરૂ થઈ શક છે.
- કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે આજથી આસપાસની બધી નાની દુકાનોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

આ સેવાઓ પર ચાલુ રહેશે પ્રતિબંધ
- નગર નિગમો અને નગરપાલિકાઓની સીમાની બહાર મલ્ટી-બ્રાંડ અને સિંગલ બ્રાંડના મૉલમાં દુકાનો નહિ ખુલે.
- નગર નિગમો અને નગરપાલિકાઓની સીમાની અંદર બજાર પરિસરો, મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મૉલની દુકાનો હાલમાં નહિ ખોલી શકાય.
- સિનેમા હૉલ, મૉલ, શૉપિંગ કૉમ્પ્લેક્સ, જિમ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, થિયેટર, બાર અને ઑડિટોરિયમ, અસેમ્બલી હ઼લ બંધ રહેશે.
- મોટી દુકાનો, બ્રાંડ અને અઠવાડિયામાં એક દિવસ લાગતુ બજાર બંધ રહેશે.
- શહેરી વિસ્તારોમાં નહેરુ પ્લેસ, લાજપત નગર વગેરે જેવા બજાર પરિસર નહિ ખુલે.

આ શરતોનુ પાલન કરવુ પડશે
- માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે.
- બધા કામ કરતા લોકોએ માસ્ક પહેરવુ અનિવાર્ય છે.
- બધાએ સામાજિક અંતર એટલે કે સોશઇયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવુ પડશે.
- ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી છૂટ એ દુકાનોને નહિ મળે જે કોરોના હૉટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે.












Click it and Unblock the Notifications
