સરકારે 16 યુટ્યુબ ન્યૂઝ ચેનલ બ્લોક કરી, 6 પાકિસ્તાનથી ચાલી રહી હતી!
ભારત સરકારે 16 યુટ્યુબ ન્યૂઝ ચેનલને બ્લોક કરી દીધી છે. જેમાંથી 10 ભારતમાંથી અને 6 પાકિસ્તાનની હતી. આ ચેનલ્સ પર ભારતની સુરક્ષાને લઈને દુષ્પ્રચાર કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
નવી દિલ્હી, 25 એપ્રિલ : ભારત સરકારે 16 યુટ્યુબ ન્યૂઝ ચેનલને બ્લોક કરી દીધી છે. જેમાંથી 10 ભારતમાંથી અને 6 પાકિસ્તાનની હતી. આ ચેનલ્સ પર ભારતની સુરક્ષાને લઈને દુષ્પ્રચાર કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ ચેનલોને બ્લોક કરી દીધી છે.

સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશની સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા વિશે દુષ્પ્રચાર ફેલાવવા માટે 16 યુટ્યુબ ન્યૂઝ ચેનલ્સને બ્લોક કરી દીધી છે. જેમાં 10 ભારતીય અને 6 પાકિસ્તાન આધારિત યુટ્યુબ ન્યૂઝ ચેનલનો સમાવેશ થાય છે. આ ચેનલો ભારતમાં ગભરાટ ફેલાવવા, સાંપ્રદાયિક વિસંગતતા ઉશ્કેરવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ખોટી માહિતી ફેલાવી રહી હતી. આ યુટ્યુબ ચેનલના દર્શકોની સંખ્યા 68 કરોડથી વધુ હતી.
આ જ મહિનામાં 5મી એપ્રિલે એટલે કે 20 દિવસ પહેલા સરકારે 22 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાંથી 18 ભારતીય અને 4 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો હતી. તેના પર ભારતની સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા વિશે ખોટી માહિતી ફેલાવવાનો પણ આરોપ હતો. આ યુટ્યુબ ચેનલો ઉપરાંત, સરકારે 3 ટ્વિટર એકાઉન્ટ, 1 ફેસબુક એકાઉન્ટ અને 1 ન્યૂઝ વેબસાઇટ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.












Click it and Unblock the Notifications
