For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન વિશે વધુ એક ગાઈડલાઈન, હવે આ ક્ષેત્રોમાં પણ સરકારે આપી છૂટ

શુક્રવારે ગૃહ મંત્રાલયે પોતાની ગાઈડલાઈનમાં ઘણી અન્ય વસ્તુઓને શામેલ કરી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસને અટકાવવા માટે પહેલા સરકાર તરફથી 14 એપ્રિલ સુધી લૉકડાઉન કરવામાં આવ્યુ હતુ. દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા સરકારે બાદમાં 3 મે સુધી લૉકડાઉન લંબાવી દીધુ. જો કે આ દરમિયાન સરકાર 21 એપ્રિલથી ઘણા સેક્ટરોને છૂટ આપવા જઈ રહી છે. શુક્રવારે ગૃહ મંત્રાલયે પોતાની ગાઈડલાઈનમાં ઘણી અન્ય વસ્તુઓને શામેલ કરી છે. આ છૂટ માત્ર એ વિસ્તારોમાં જ આપવામાં આવશે જ્યાં કોરોના સંક્રમિત દર્દી નથી. આ સાથે હૉટસ્પૉટવાળા વિસ્તાર હજુ પણ સંપૂર્ણપણે સીલ રહેશે.

કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રોમાં છૂટ

કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રોમાં છૂટ

સરકાર તરફથી નવી ગાઈડલાઈન મુજબ જંગલોની આસપાસ રહેતા લોકો લાકડા કાપવા કે જમા કરી શકે છે. આમાં એ વાતનુ ધ્યાન રાખવાનુ રહેશે કે જે લાકડુ કાપવામાં આવી રહ્યુ હોય તે બિન ઈમારતી હોવુ જોઈએ. આ ઉપરાંત વાંસ, નાળિયેર, સોપારી, કૉફીના બીજ, મસાલાની વાવણી અને તેમની કાપણીની છૂટ આપવામાં આવી છે. સાથે જ આની સાથે જોડાયેલ લોકોને વેચાણની અનુમતિ આપવામાં આવી છે.

ફાઈનાન્સ સેક્ટરને થોડી રાહત

ફાઈનાન્સ સેક્ટરને થોડી રાહત

સરકારે ફાઈનાન્સ સેક્ટર સાથે જોડાયેલ સંસ્થાઓને કામ શરૂ કરવાની અનુમિત આપી છે. સરકારની ગાઈડલાઈન મુજબ બિન બેંકિંગ નાણાકીય સંસ્થાઓ જેવી કે હાઉસિંગ ફાઈનાન્સ કંપની અને માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન્સ કામ કરી શકે છે. સરકારે આના માટે કમસે કમ કર્મચારીઓની શરતને લાગુ કરી છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન થઈ શકે છે. વળી, સહકારી સમિતિઓને પણ કામ કરવાની મંજૂરી મળી ગઈ છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં નિર્માણ કાર્યને અનુમતિ

ગ્રામીણ ક્ષેત્રોમાં નિર્માણ કાર્યને અનુમતિ

સરકારે ગ્રામીણ ક્ષેત્રોમાં થનાર જરૂરી નિર્માણ કાર્યો કરવાની અનુમતિ આપી દીધી છે. આમાં પાણીની આપૂર્તિ, સ્વચ્છતા સાથે જોડાયેલ કાર્ય, વિજળીના તાર ફેલાવવા, દૂરસંચાર ઑપ્ટિકલ ફાઈબર અને કેબલ પાથરવાનુ કામ શામેલ છે. આ નિર્માણ કાર્યો દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનુ સંપૂર્ણપણે પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ પહેલા સરકારે મનરેગા હેઠળ કામ કરવાની છૂટ આપી હતી.

આ પણ વાંચોઃ લૉકડાઉન દરમિયાન ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ માટે ડાઉનટાઈમ નહિઃ RBIઆ પણ વાંચોઃ લૉકડાઉન દરમિયાન ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ માટે ડાઉનટાઈમ નહિઃ RBI

English summary
government has given relaxation in three sectors during lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X