રાજનાથે માંગ્યા અંગત સચિવ, પીએમઓએ લગાવી રોક
નવી દિલ્હી, 17 જૂનઃ નરેન્દ્ર મોદી સરકારમાં ત્રણ મંત્રીઓના અંગત સચિવોની નિયુક્તિ પર પીએમઓએ રોક લગાવી દીધી છે. પીએમઓએ ગૃહમંત્રી રાજનાથ સિંહ ઉપરાંત રાજ્યમંત્રી વીકે સિંહ અને કિરન રિજેજુના અંગત સચિવોની નિયુક્તિને હરી ઝંડી આપી નથી.

પીએમઓએ પૂર્વોત્તર મામલાના રાજ્યમંત્રી વીકે સિંહ અને ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજેજુના અંગત સચિવોની નિયુક્તિ પર પણ રોક લગાવી દીધી છે. સૂત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છેકે જૂની સરકારમાં મંત્રીઓના અંગત સચિવ અને ઓએસડીને નવી સરકારમાં રાખવામાં નહીં આવે. જોકે, આ અંગે સરકાર તરફથી કોઇ લેખિત આદેશ જારી કરવામાં આવ્યો નથી. મોદી સરકારમાં ઓછામાં ઓછા આઠ મંત્રી એવા છે, જેમણે આવા જ અધિકારીઓને પોતાના અંગત સચિવ રાખ્યા છે.












Click it and Unblock the Notifications
