સરકારે જારી કર્યો 125 રૂપિયાનો સિક્કો, જાણો શું છે તેમાં ખાસિયત
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે એક વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે એક વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે. આ સિક્કો પ્રસિદ્ધ યોગી અને યોગદા સત્સંગ સોસાયટી ઑફ ઈન્ડિયા અને સેલ્ફ-રિયલાઈઝેશન ફેલોશિપના સંસ્થાપક પરમહંસ યોગાનંદની 125મી જયંતિ પર જારી કરવામાં આવ્યો. આ વાતની માહિતી સંસ્થાની એક અધિકૃત જાહેરાતમાં આપવામાં આવી છે.

ઘણી બધી ખાસિયતો
આ સિક્કામાં ઘણી બધી ખાસિયતો છે જેવી કે સિક્કાની પાછળની તરફ પરમહંસ યોગાનંદનુ ચિત્ર, હિંદી અને અંગ્રેજી ભાષામાં પરમહંસ યોગાનંદની 125મી જયંતિ અને તેમના જીવનકાળ વર્ષને ઉપસાવવામાં આવ્યુ છે. તેમને પશ્ચિમી દેશોમાં યોગ પિતા કહેવામાં આવે છે. આ ઉપરાંત સિક્કાની સામેની તરફ ભારત સરકારનુ અશોક ચિહ્ન, હિંદીમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા સાથે 125 રૂપિયા કંડારવામાં આવ્યો છે.

35 ગ્રામ છે વજન
સિક્કાનુ વજન 35 ગ્રામ છે જેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા જસત અને 5 ટકા નિકલ છે. સિક્કો જારી કરવા દરમિયાન નાણામંત્રીએ કહ્યુ, યોગીજીએ સંદેશ આપ્યો કે જે કોઈ વિચારધારા કે પછી ધર્મ પર આધારિત નહોતો. પોતાના સંદેશને તેમણે આખી દુનિયા માટે સ્વીકાર્ય બનાવ્યો છે. ભારતને એવા સપૂત પર ગર્વ છે જેમણે આપણા મન-મસ્તિષ્કને શાંતિ અને સહભાવથી ભરી દીધુ છે.

વર્તમાન અધ્યક્ષે શું કહ્યુ?
યોગોદા સત્સંગ સોસાયટી ઑફ ઈન્ડિયાના વર્તમાન અધ્યક્ષ સ્વામી ચિદાનંદ ગિરિએ કહ્યુ, પરમહંસજીએ પહેલા જ જોઈ લીધુ હતુ કે ઈશ્વરની ચેતના સાથે એકરુપ થવા પર આપણે ધ્યાનથી તેમના સંપર્કમાં આવીએ છીએ. આનાથી તેમના સંતાનો (મનુષ્ય) પણ એકબીજાને સારી રીતે સમજી શકે છે. આ રીતે તે આખી દુનિયામાં વધુ સામન્જસ્યવાળો યુગ લાવશે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં નાણામંત્રી રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, સંસ્કૃતિ સચિવ અરુણ ગોયલ અને સ્વામી વિશ્વાનંદ ગિરિ પણ હાજર હતા.

કોણ હતા પરમહંસ યોગાનંદ?
પરમહંસ યોગાનંદ ઉત્તર પ્રદેશમાં જન્મેલા એક ભારતીય સંત હતા. તેમના બાળપણનુ નામ મુકુંદ લાલ ઘોષ અને પિતાનુ નામ ભગવતી ચરણ ઘોષ હતુ. તેમના પિતા બંગાળ રેલવેના વાઈસ ચેરમેન હતા. આ જ કારણ હતુ કે પરમહંસનુ જીવન વિવિધ શહેરો અને ધાર્મિક સ્થળો ફરતા વીતાવ્યુ. શિક્ષણકાળમાં જ તેમણે સન્યાસ અપનાવી લીધો અને બંગાળી સંત યુક્તેશ્વર ગિરીને પોતાના ગુરુ બનાવી લીધા. તેમણે બાદમાં યોગદા સત્સંહ સોસાયટી ઑફ ઈન્ડિયાની સ્થાપના કરી જે આજે દુનિયાભરમાં યોગનુ શિક્ષણનો વિસ્તાર કરી રહી છે. યોગાનંદનુ નિધન 7 માર્ચ, 1955ના રોજ અમેરિકામાં સાંજના ભોજન બાદ સભાને સંબોધિત કરતી વખતે થયુ હતુ. આજે પણ તેમનુ શિક્ષણ ભારત સહિત આખી દુનિયાના લોકોને પ્રભાવિત કરી રહ્યુ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
