સોનિયા ગાંધીના પત્રનો સરકારે જવાબ આપ્યો, જાણો શું લખ્યુ?
સંસદના વિશેષ સત્ર બોલાવવા મુદ્દે મોદી સરકારના તાનાશાહી વલણથી વિપક્ષી પાર્ટીઓ નારાજ છે ત્યારે સોનિયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને એક પત્ર લખ્યો હતો. હવે આ પત્રનો સરકારે જવાબ આપ્યો છે.
પત્રનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, તે (સોનિયા ગાંધી) રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ સત્ર બોલાવતા પહેલા કોઈની સલાહ લેવામાં આવી નહોતી. જ્યારે અન્ય સરકારો હતી ત્યારે અગાઉ ક્યારેય એજન્ડા જાહેર કરવામાં આવ્યા નથી.

પ્રહલાદ જોશીએ જવાબમાં કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે તે સંસદની કામગીરીનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. આપણી લોકશાહીના મંદિર અને જ્યાં કઈ નથી ત્યાં બિનજરૂરી વિવાદો ઉભા કરે છે.
પત્રમાં આગળ જણાવાયુ છે કે, તમે જાણો છો સંસદના સત્રો અનુચ્છેદ 85 હેઠળ બંધારણીય આદેશના પાલનમાં નિયમિતપણે યોજવામાં આવે છે, જે જોગવાઈ કરે છે કે રાષ્ટ્રપતિ સમયાંતરે, સંસદના દરેક સદનને બોલાવી શકે છે.
પત્રમાં તેમણે આગળ કહ્યું કે, હું એ પણ કહેવા માંગુ છું કે અમારી સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે હંમેશા તૈયાર છે. તમે જે મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે તે તમામ મુદ્દા થોડા સમય પહેલા ચોમાસા સત્ર દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઉઠાવવામાં આવ્યા હતા. અગાઉ પણ સરકારે તેમને જવાબ આપ્યો હતો.
પત્રમાં આગળ લખ્યું છે કે, સત્રની કાર્યસૂચિ હંમેશની જેમ સ્થાપિત પ્રથા મુજબ સમયસર પ્રસારિત કરવામાં આવશે. હું એ પણ પુનરોચ્ચાર કરવા માંગુ છું કે સંસદીય કાર્યમાં ભલે ગમે તે પક્ષ સરકારમાં હોય. આજ સુધી સંસદ બોલાવતી વખતે એજન્ડાનો અગાઉથી પરિપત્ર કરવામાં આવ્યો નથી.
પ્રહલાદ જોશીએ વધુમાં કહ્યું કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે સંસદની ગરિમા જળવાઈ રહેશે અને આ પ્લેટફોર્મનો ઉપયોગ રાજકીય વિવાદો માટે કરવામાં નહીં આવે. હું આગામી સત્રને સરળ રીતે ચલાવવા માટે તમારા સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખું છું.












Click it and Unblock the Notifications
