For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં સરકારે મંદિર સ્થળથી 15 કિમી દૂર મસ્જિદ માટે આ 5 સ્થાનોની પસંદગી કરી

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મસ્જિદ બનાવવા માટેની જમીનની ઓળખ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે મસ્જિદના નિર્માણ માટે અયોધ્યાના કોઈ મહત્વન

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મસ્જિદ બનાવવા માટેની જમીનની ઓળખ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે મસ્જિદના નિર્માણ માટે અયોધ્યાના કોઈ મહત્વના સ્થળને જમીન ફાળવી દેવી જોઈએ. જે પછી, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, વહીવટીતંત્રે મસ્જિદ માટે પાંચ જમીનોની ઓળખ કરી છે. આ પાંચ પ્લોટની ઓળખ મિર્ઝાપુર, શમશુદ્દીનપુર અને ચાંદપુર ખાતે કરવામાં આવી છે જે મસ્જિદ બાંધકામ માટે આપી શકાય છે. આ તમામ જગ્યાઓ પંચકોસી પરિક્રમા સ્થળની બહાર છે. મળતી માહિતી મુજબ આ સ્થળો મંદિર નિર્માણ સ્થળથી આશરે 15 કિલોમીટર દૂર છે.

Ayodhya

મળતી માહિતી મુજબ સરકાર આ પ્લોટ સુન્ની વક્ફ બોર્ડને આપવાનો પ્રસ્તાવ આપી શકે છે. મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટી મંડળની રચના બાદ આ જમીન વકફ બોર્ડ સમક્ષ પ્રસ્તાવિત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવી જોઈએ. આ ભૂમિ અયોધ્યાની અંદર કોઈ મહત્વપૂર્ણ જગ્યાએ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ત્રણ મહિનામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના થવી જોઈએ.

આ પણ વાંચો: પીએમ હાઉસમાં નહિ, પરિસરમાં જ આવેલ એસપીજીના રિસેપ્શનમાં લાગી આગ

English summary
Government selected these 5 places for mosque in Ayodhya, 15 km from temple site
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X