• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગાંધી પરિવારની SPG સુરક્ષા હટ્યા બાદ રાહુલ ગાંધીએ જવાનોનો આભાર માન્યો

|

ગૃહ મંત્રાલય દ્વારા 8મી નવેમ્બરે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવવાનો ફેસલો લીધો છે. જેના પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા એસપીજી જવાનોનો આભાર માન્યો. કેન્દ્ર સરકારના ફેસલાની થોડી કલાકો બાદ તેમણે ટ્વીટ કર્યું "એસપીજીના મારા તમામ ભાઈ બહેનોનો આભાર. આટલા વર્ષો સુધી તેમણે મારા અને મારા પરિવારની સુરક્ષા માટે રાત દિવસ કામ કર્યું. તમારી પ્રતિબદ્ધતા માટે આભાર. તમારા તરફથી સતત સમર્થન મળતું રહ્યું. આ સફર બહુ પ્રેમભર્યો રહ્યો."

અગાઉ કેન્દ્ર સરકારે શુક્રવારે મોટો ફેસલો લેતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની એસપીજી સુરક્ષા હટાવવાનો ફેસલો કર્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ આખા ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા કવર આપવાનો ફેસલો લીધો હતો.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ આખા ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા કવર અપાયું હતું

ખતરાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર સુરક્ષા કવર પ્રદાન કરે છે

શું હોય છે એસપીજી સુરક્ષા?

એસપીજી સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા છે જે વર્તમાન પીએમ અને પૂર્વ પીએમ તથા તેમના પરિવારના સભ્યોને આપવામાં આવે છે. એસપીજી દેશના સૌથી બહાદુર જવાન કહેવાય છે. વિશેષ સુરક્ષા દળ (Special Protection Group- SPG) 2 જૂન, 1988માં ભારતની સંસદના એક અધિકારી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. એસપીજી વિશેષ સુરક્ષાબળોમાંથી એક છે. આ જવાનોની પસંદગી પોલીસ, પેરામિલિટ્રી ફોર્સથી કરવામાં આવે છે અને તે ગૃહ મંત્રાલયને આધિન હોય છે. એસપીજી દેશની સૌથી પ્રોફેશનલ અને અત્યાધુનિક હતિયારોથી સજ્જ સુરક્ષાબળોમાંની એક છે. જણાવી દઈએ કે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હવે હટાવી લેવામાં આવી છે.

અન્ય કેટલા પ્રકારની હોય છે સુરક્ષા?

  • Z- એસપીજી પછી આ બીજા લેવલની સિક્યોરિટી હોય છે. જેમાં 22 જવાન રહે છે. જેમાં 4થી 5 કમાંડો હોય છે. બાકીના તમામ દિલ્હી પોલીસ અથવા આઈટીબીપી અથવા સીઆરપીએફના જવાન રહે છે. જેમાં એક એસ્કોર્ટ કાર પણ હોય છે.
  • Y આ ત્રીજા લેવલની સિક્યોરિટી હોય છે. જેમાં 11 પોલીસ પર્સનલ રહે છે. 1થી 2 કમાંડો રહે છે. અને બે પર્સનલ સિક્યોરિટી ઑફિસર પણ રહે છે.
  • X- આ ચોથા લેવલની સિક્યોરિટી હોય છે. જેમાં 2 પોલીસ પર્સનલ રહે છે, જો કે આ સિક્યોરિટીમાં એકેય કમાંડો રહેતા નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આખા પરિવારની એસપીજી સુરક્ષા હટાવવાને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બીજી તરફ પાર્ટીના વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈના કાર્યકર્તાઓએ ગૃહ મંત્રી અમિત શાહના નિવાસ બહાર પ્રદર્શન કર્યું.

Maharashtra Crisis: ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું

English summary
government withdrawn spg security of gandhi family, rahul gandhi thanks to spg
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more