For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા યથાવત, હવે એનસીપીને સરકાર બનાવવા રાજ્યપાલનું આમંત્રણ

મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા યથાવત, હવે એનસીપીને સરકાર બનાવવા રાજ્યપાલનું આમંત્રણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ચરમ સીમા પર પહોંચી ચૂક્યો છે. મહારાષ્ટરમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે ભાજપ, શિવસેના, એનસીપી, કોંગ્રેસ વચ્ચે તોડજોડની રાજનીતિ ચાલી રહી છે. જ્યારે રાજ્યપાલે આજે શિવસેનાને મોટો ઝાટકો આપતા તેમને સમય આપવાનો ઈનકાર કરી દીધો છે. જ્યારે રાજ્યપાલે શિવસેના બાદ એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે.

sharad pawar

રાજ્યપાલના આમંત્રણ પર એનસીપી નેતા અજિત પવાર રાજભવન પહોંચ્યા. અજિત પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સાડા આઠ વાગ્યે રાજ્યપાલ તરફથી સૂચના આપી દેવામાં આવી કે રાજભવન આવી મુલાકાત કરે જે બાદ અજિત પવાર અને છગન ભુજબળ, જયંત પાટિલ સાથે રાજભવન મળવા પહોંચ્યા. તેમણે કહ્યું કે તેમને શા માટે બોલાવ્યા તે અંગે તેમને કંઈ માહિતી નથી, પરંતુ રાજ્યપાલ એક સન્માનિત અને મહત્વપૂર્ણ વ્યક્તિ છે માટે અમે તેમને મળવા જઈ રહ્યા છીએ।

જ્યારે એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે કોઈ પર્યાય સરકાર બનાવવા માટે અમે કોંગ્રેસ સાથે બેઠક રીશું, આ પહેલાથી નક્કી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે પણ કહ્યું છે કે અમે પવાર સાહેબ સાથે નિર્ણય કર્યા પછી જ કોઈ ફેસલા પર આવીશું. તેમણે કહ્યું કે અમારી પાસે રાજ્યપાલ તરફતી સૂચના આવી હતી, જે બાદ અમારા શિષ્યમંડળ રાજ્યપાલને મળવા ગયા છે જે પત્ર ગવર્નર આપશે તે હિસાબે અમે કોંગ્રેસ સાથે ચર્ચા કરી કોઈપણ નિર્ણય કરીશું.

અજાણી જગ્યાએ મળ્યા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, કોંગ્રેસ ટેકો આપી શકેઅજાણી જગ્યાએ મળ્યા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, કોંગ્રેસ ટેકો આપી શકે

English summary
Governor invited NCP to form the government in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X