મહારાષ્ટ્રઃ સરકાર રચવા શિવસેનાને રાજ્યપાલનું આમંત્રણ

મહારાષ્ટ્રઃ સરકાર રચવા શિવસેનાને રાજ્યપાલનું આમંત્રણ

મહારાષ્ટ્રઃ સરકાર રચવાને લઈ મહારાષ્ટ્રમાં હજુ પણ રાજકીય દંગલ ચાલી રહ્યું છે. ભાજપે સરકાર બનાવવા અસમર્થતા પ્રકટ કર્યા બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ મોકલ્યું છે. રાજ્યપાલે કહ્યું કે, સોમવારે સાંજે 7.30 વાગ્યા સુધી સરકાર રચવા વિશે શિવસેના જણાવે. રાજ્યપાલે શિવસેનાને પત્ર પણ મોકલ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનની કવાયતે હવે એક નવો વળાંક લઈ લીધો છે. ભાજપની બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ રાજભવન પહોંચ્યા, જ્યાં ભાજપે રાજ્યપાલને સરકાર બનાવવા વિશે અસમર્થતા વિશે સૂચિત કર્યા હતા.

shiv sena

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે પ્રેસ કોન્ફ્રેન્સ કરી શિવસેના પર નિશાન પણ સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવસેના અને અન્ય દલો સાથે મળીને ગઠબંધન બનાવ્યું હતું. જનતાએ ગઠબંધનને જનાદેશ આપી સરકાર ચલાવવાની જવાબદારી સોંપી છે પરંતુ શિવસેનાએ જનાદેશનો અનાદર કર્યો છે. જે માટે અમે રાજ્યપાલને જાણકારી આપવા માટે આવ્યા છીએ કે અમે સરકાર નહિ બનાવીએ.

તેમણે કહ્યું કે રાજ્યપાલે અમને સરકાર બનાવવાનું આમંત્રણ મોકલ્યું હતું પરંતુ બહુમતની સંખ્યા ન હોવાના કારણે અમે સરકાર નહિ બનાવી શકીએ. હવે શિવસેનાને રાજ્યપાલે સરકાર રચવા માટે આમંત્રણ મોકલ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X