For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર રાજકીય પક્ષોને RTIમાંથી બહાર રાખવા વટહુકમ લાવશે

|
Google Oneindia Gujarati News

rti-logo
નવી દિલ્હી, 28 જૂન : છેવટે જેનો ભય હતો તેવું જ થયું. સરકારે રાજકીય પક્ષોને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઇના દાયરાની બહાર રાખવાની તૈયારી કરી લીધી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર એક વટહુકમ લાવશે, જેના ટૂંક સમયમાં મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે.

આ પહેલા કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)એ આદેશ આપ્યો હતો કે તમામ રાજકીય પક્ષો આરટીઆઇ કાયદા હેઠળ આવે છે. આ અંતર્ગત તેમણે ખર્ચ, મેળવેલા દાન અને ભંડોળ અને બેઠકો પર કરવામાં આવતા ખર્ચ અંગે લેખિત વિવરણ આપવું પડશે. આ બાબતનો કોંગ્રેસ, ભાજપ, સીપીઆઇ, એનસીપી, બીએસપી, સપા સહિત તમામ રાજકીય પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો. વળી, રાજકીય પક્ષોએ એવું પણ જણાવ્યું હતું કે સીઆઇસીએ પોતાની હદની બહાર આવીને નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે આરટીઆઇ મારફતે જ કોલસા કૌભાંડ અને મનરેગામાં ચાલતી ઉચાપતોની માહિતી મળી હતી. આમ છતાં રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ દેશના ટોચની 10 રાજકીય પાર્ટીઓ પાસે ભંડોળ તરીકે દર વર્ષે અંદાજે સવા લાખ કરોડ રૂપિયા જેટલી રકમ આવે છે. પણ આ નાણા કોણ દાન કરે છે, જે લોકો ભંડોળ આપે છે તેમને ભંડોળના બદલામાં રાજકીય પક્ષો તરફથી શું લાભ મળે છે તે અંગેની કોઇ વિગત મળતી નથી.

English summary
Govt to bring ordinance to keep political parties out of RTI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X