For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલીની જાસૂસીમાં સરકારનો કોઈ હાથ નથી: શિંદે

|
Google Oneindia Gujarati News

sushil kumar shinde
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીની જાસૂસીને લઇને રાજ્યસભામાં બુધવારે જોરદાર હંગામો થયો. ભારે હોબાળાની વચ્ચે સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે જેટલીની જાસૂસીમાં સરકારનો કોઇ હાથ નથી.

શિંદેએ જણાવ્યું કે જેટલીના ફોન ટેપિંગ મામલાની સરકાર તપાસ કરાવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી બે કોન્સ્ટેબલ સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને હજી આ અંગેની તપાસ પોલીસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીની જાસૂસીના મામલમાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આ કેસમાં સૌથી પહેલા દિલ્હી પોલીસના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. એ કોન્સ્ટેબલે એસીપીનો ઇમેઇલ હેક કરીને મોબાઇલ કંપની પાસે અરૂણ જેટલીના કોલ રેકોર્ડની માંગ કરી હતી.

જેટલીના કોલ રેકોર્ડ સુધી પહુંચવાની કોશિશ દિલ્હી પોલીસના એક 23 વર્ષિય સિપાહી અરવિંદ ડબાસે કરી હતી. જોકે તે જેટલી અને ઉત્તરાખંડના એક નેતાની વચ્ચેનો સંપર્ક ચકાસવા માંગતો હતો. ઉત્તરાખંડના આ નેતાએ ઉત્તરાખંડમાં એક પ્રોપર્ટી ડીલનો મામલો જેટલી થકી સુલજાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

English summary
Central Government is not involved in Arun Jaitley's call detail issue says Home minister in Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X