For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG સ્ટૉક કરવો, સ્કૂલો ખાલી કરાવવાના આદેશથી કાશ્મીરમાં ગભરાટઃ ઉમર અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે એલપીજી સ્ટૉક કરવા અને સ્કૂલોને ખાલી કરાવવા જેવા આદેશો પર સરકાર તરફથી સફાઈની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે એલપીજી સ્ટૉક કરવા અને સ્કૂલોને ખાલી કરાવવા જેવા આદેશો પર સરકાર તરફથી સફાઈની જરૂર છે. અબ્દુલ્લાએ કહ્યુ કે આ રીતના આદેશ ડરનો માહોલ પેદા કરે છે. લોકોમાં પોતાની સુરક્ષા માટે ગભરાટ પેદા થઈ રહ્યો છે કે છેવટે શું થવાનુ છે. ઉમરે પોતાના ટ્વિટમાં કહ્યુ કે સરકાર આ રીતના આદેશથી લોકોમાં ડર છે કે છેવટે શું થઈ રહ્યુ છે. સરકાર એક તરફ કહી રહી છે કે રસ્તો બંધ થઈ જવા અંગે આ આદેશ જારી કરવામાં આવ્યા છે પરંતુ સ્કૂલોને ખાલી કરાવવાનો નિર્ણય સમજની બહાર છે. ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે, સરકારે આ અંગે સ્પષ્ટ નિવેદન આપવુ જોઈએ કે છેવટે મુદ્દો શું છે.

omar abdullah

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જી સી મૂર્મુએ 23 જૂને એક બેઠક કરી હતી. બેઠક બાદ આદેશમાં કહ્યુ છે કે કાશ્મીર ઘાટીાં એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સને ઓછામાં ઓછા બે મહિના માટે સિલિન્ડરનો સ્ટૉક રાખી લેવો જોઈએ. કહેવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ ભૂસ્ખલનના કારણે ઘણીવાર બંધ થઈ જાય છે. એવામાં એલપીજીનો પૂરતો સ્ટૉક હોવો જોઈએ જે બે મહિના સુધી ચાલી શકે. જેથી સામાન્ય લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. બીજા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે કારગિલ પાસે ગાંદરબલ વિસ્તારમાં સુરક્ષાબળો માટે સ્કૂલની ઈમારતોને ખાલી કરાવવામાં આવે. ગાંદરબલ એસએસપીએ જિલ્લા પ્રશાસનને લખેલા એક પત્રમાં અર્ધસૈનિક બળોને રોકવા માટે આઈટીઆઈ, મધ્ય અને ઉચ્ચતર માધ્યમિકના ભવનો સહિત શૈક્ષણિક સંસ્થાઓના 16 ભવન ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો છે.

આ આદેશો બાદ ઘણા પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. આનુ એક મોટુ કારણ એ પણ છે કે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે અમુક સમયથી તણાવ છે. 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં કર્નલ સહિત 20 ભારતીય જવાન શહીદ થયા હતા અને 70થી વધુ ઘાયલ થયા હતા. સતત ચીન અને ભારત વચ્ચે તણાવ ઘટાડવા વિશે વાતચીત ચાલી રહી છે. જો કે તણાવ ઘટતો હજુ સુધી દેખાઈ નથી રહ્યો.

ચીન મુદ્દે ભાજપ સાથે ઉભી છે બસપાઃ માયાવતીચીન મુદ્દે ભાજપ સાથે ઉભી છે બસપાઃ માયાવતી

English summary
Govt order stock lpg vacate schools are creating panic in Kashmir: Omar Abdullah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X