For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ગુમનામી બાબા જ હતા સુભાષ ચંદ્ર બોઝ?

|
Google Oneindia Gujarati News

લખનઉ, 15 માર્ચઃ આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક અને આઝાદીની લડાઇ લડનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 'ગુમનામી બાબા'ના રૂપમાં ઓળખ અને તેમના મોત અંગે ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે યુપી સરકાર અંગે ટૂકમા જ સકારાત્મક પગલું ભરવાની છે. સરકારના આ પ્રશ્નનો ઉકેલ શોધાશે કે શું ગુમનામી બાબા જ સુભાષ ચંદ્ર બોઝ હતા.

સરકાર તરફથી રાજસ્વ મંત્રી અંમિકા ચૌધરીએ નેતાઝી સુભાષ ચંદ્ર બોઝ પ્રત્યે સમ્માન વ્યક્ત કરતા કહ્યું કે તેમનું યોગદાનનું મુલ્યાંકન કરી શકાય તેમ નથી. તેમણે કોંગ્રેસ પર પરોક્ષ આરોપ લગાવતા કહ્યું કે આયોગની રચના ઉપરાંત એ પણ વિચારવામા આવશે કે આખરે આટલા વર્ષોમાં તેમને લઇને ફેલાયેલા ભ્રમને કયા લોકોના ઇશારાથી દૂર કરવામાં આવ્યું નથી. તે જીવત હોત અને ઓળખ થઇ શકી હોત તો ઘણા લોકોના નામ ખુલવાનો ડર હતો.

subhas-chandra-bose
આ મામલે કોંગ્રેસ સભ્યોએ હાઇકોર્ટનો હવાલો આપ્યો તો રાજસ્વ મંત્રીએ કહ્યું કે હાઇકોર્ટ શું કરી શકે છે. ત્યારબાદ તેમણે એ વાક્યને ત્રણ વાર કહ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે સદનની કાર્યવાહીમાં કોર્ટ દખલગીરી નહીં કરી શકે.

કોંગ્રેસના રાયબરેલી સદરના ધારાસભ્ય અખિલેશ પ્રતાપ સિંહે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 'ગુમનામી બાબા'ના સ્વરૂપમાં ઓળખ અને તેમની મોત અંગે ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે હાઇકોર્ટના નિર્દેશનું પાલન કરવાની પ્રદેશ સરકાર સમક્ષ માંગ કરી. તેમણે કહ્યું કે કોર્ટે તેની ભાળ મેળવવા માટે ત્રણ માહિનાની અંદર આયોગની રચનાના આદેશ આપ્યા છે, જ્યારે દોઢ મહિના વીતી ચૂક્યા છે.

અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું કે, 'ગુમનામી બાબા'ને મળવા તેમના ભાઇ સુરેશ ચંદ્ર બોઝ, ભત્રીજી લલિતા બોઝ, ગુરુ ગોલવલકર વગેરે જતા હતા. તેમણે જણાવ્યું કે તાઇવાને સ્પષ્ટ કર્યું કે 1945માં કોઇ એર ક્રેશ તેમના દેશમાં નહોતું થયું. તેમણે જણાવ્યું કે ગુરુ ગોલવલકરનો એક પત્ર 'ગુમનામી બાબા' પાસે મળ્યો હતો, જેમાં તેમને સાચા રૂપમાં પરત ફરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ ધારાસભ્ય અનુગ્રહ નારાયણે પણ નેતાજીના યોગદાનના વખાણ કરતા દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની વાત કરી. કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા પ્રદીપ માથુરે કહ્યું કે તેમણે દેશ માટે બધું જ અર્પિત કરી દીધું. તેમણે દેશ જ નહીં વરન વિશ્વ માટે પણ પથ પ્રદર્શકનું કાર્ય કર્યું. તેમની સાચી વાત આજના લોકને જણાવવી એ આપણું કર્તવ્ય છે.

English summary
Uttar Pradesh government is going ahead to find the truth of Gumnaami Baba whe was claimed to be Subhash Chandra Bose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X