ફેસબુક પોસ્ટ પર FIR દાખલ કરતા પૂર્વે પોલીસે લેવી પડશે મંજૂરી

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા શિવ સેના પ્રમુખ બાળ ઠાકરેના નિધન બાદ ફેસબુક પર મુંબઇ બંધના વિરોધમાં ફેસબુક પર કોમેન્ટ પોસ્ટ કરનાર બે છોકરીઓની ધરપકડ કરવામાં આવી હતી, આટલું જ નહીં પરંતુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એમએનએસ સુપ્રીમો રાજ ઠાકરે અને મહારાષ્ટ્રના લોકો વિરુદ્ધ આપત્તિજનક કોમેન્ટ પોસ્ટ કરનાર એક યુવકની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સરકારે નવા દિશા-નિર્દેશ રજૂ કરતા કહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારો સંબંધિત મામલામાં પોલીસ અધિકારી ડીસીપી રેન્ક અને મેટ્રોમાં પોલીસ અધિકારી આઇજી રેન્કના અધિકારીઓની મંજૂરી વગર આઇટી એક્ટની કલમ 66 (એ) હેઠળ ફરિયાદ નહીં લખી શકે.
સૂત્રોનું વધુમાં કહેવું છેકે, સરકારને પૂરો વિશ્વાસ છે કે આ નિમયો લાગુ થતાં જ આવી વારદાતો પર અંકુશ લાગી જશે. આઇટી કાયદાની કલમ 66(એ) હેઠળ ફરિયાદ દાખલ કરવા સંબંધે નવા દિશા-નિર્દેશથી રાજ્ય સરકારોને ટૂંક સમયમાં અવગત કરવામાં આવશે. નોંધનીય છે કે કલમ 66 (એ) ગુન્હો સાબિત થશે તો ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.












Click it and Unblock the Notifications
