મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Arun Gandhi passed away : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું મંગળવારના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અવસાન થયું છે. તેમની ઉંમર 89 વર્ષ હતી. પરિવારના સૂત્રોએ આ માહિતી આપી હતી. પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.
અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું હતું કે, લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તા અરુણ ગાંધીના અંતિમ સંસ્કાર આજે કોલ્હાપુરમાં કરવામાં આવશે.

અરુણ ગાંધીનો જન્મ 14 એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં થયો હતો. તેઓ મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાના પુત્ર હતા. અરુણ ગાંધી તેમના દાદાના પગલે ચાલ્યા અને સામાજિક કાર્યકર બન્યા હતા.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. અરુણ ગાંધીના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
