ગુડીયાની માતાનો આક્રંદ, 'આરોપીને જીવતો સળગાવામાં આવે'
સિવની, 1 મે: મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં ક્રૂરતાનો શિકાર બનેલી ગુડીયાની માતા હવે હારી ગઇ છે, તે ક્રોધીત છે. તેની આંખોમાંથી અશ્રુધારા રોકાવાનું નામ નથી લેતી, પરંતુ તેમના મુખમાંથી એક જ વાત નીકળી રહી છે કે આરોપીઓને જાહેરમાં જીવતા સળગાવવામાં આવે, કોઇ અન્ય અપરાધી કોઇ અન્ય ગુડીયાની જિંદગી બરબાદ કરવાની ભૂલના કરે.
નવ દિવસ સુધી દીકરીની જિદંગી બચાવવા માટે ગુડીયાની માતાએ નાગપૂરમાં રહીને સારવાર કરાવી. દીકરીનો મૃતદેહ લઇને ઘંસોર પરત ફરેલી માતા ખૂબ જ રોકકડ કરી રહી છે. તે કહી રહી છે કે મારું ઘર બરબાદ થઇ ગયું. આજે તેની દીકરી હોત તો તેના ઘરની હાલત કંઇક જુદી હોત.

સિવની જિલ્લાના ઘંસોરમાં આ મહીનાની 17 એપ્રિલના રોજ નરાધમ ફિરોજ ચાર વર્ષી ગુડિયાને પોતાની હવસનો શિકાર બનાવી. આરોપીએ દુષ્કર્મ બાદ તેને મારી નાખવાની કોશિશ કરી હતી. ગુડીયાને ગંભીર હાલતમાં પહેલા જબલપૂર અને બાદમાં નાગપૂરની એક ખાનગી હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવી હતી. નાગપૂરમાં ગૂડીયાની સોમવારે રાત્રે મૃત્યુ થઇ ગયું. મંગળવારે ગુડિયાનું તેના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
