ગુડીયા રેપ કેસ: બીજા આરોપીની પણ બિહારથી ધરપકડ
નવી દિલ્હી, 22 એપ્રિલ: હાલમાં દેશમાં ચર્ચા અને વિરોધનો મુદ્દો બનેલો દિલ્હીનો ગુડીયા રેપ કેસમાં બીજા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા આરોપી જેનું નામ પ્રદીપ છે તેને બિહારથી રવિવારે મોડી રાત્રે પકડી પાડવામાં આવ્યો, પોલીસ તેને આજે સવારે દિલ્હી લઇને આવશે. નોંધનીય છે કે મુખ્ય આરોપી મનોજે જણાવ્યું હતું કે ગુડીયા સાથે દુષ્કર્મ કરવામાં તે એકલો ન્હોતો, તેને આ કૃત્યમાં તેના મિત્ર પ્રદિપે પણ સાથ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના ગાંધીનગરમાં મનોજ અને પ્રદીપ સાથે રહે છે. પ્રદીપ થોડા દિવસો પહેલા દિલ્હી નોકરી માટે આવ્યો હતો. કહેવામાં આવે છે કે આ ઘટનાના દિવસે મનોજ અને પ્રદીપે જોરદાર દારૂ ઢીચ્યો હતો અને ટીવી પર બ્લૂ ફિલ્મ પણ જોઇ હતી.

આરોપી મનોજને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે અને પ્રદીપની સાથે શું થશે એ આજે થોડીવારમાં ખબર પડી જશે. ઉલ્લેખનીય છેકે ગુડીયાને ન્યાય અપાવવા માટે હાલમાં દિલ્હી સહિત આખો દેશ આગળ આવ્યો છે. પીએમ મનમોહનસિંહ અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે મહિલાઓએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. આજે ત્રીજા દિવસે પણ લોકો દિલ્હીના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે અને બળાત્કારીઓ માટે ફાંસી માગી રહ્યા છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
