For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ 3000 હિરા જડેલી મયુર રિંગ, ગિનિઝ બુકે લીધી નોંધ

|
Google Oneindia Gujarati News

જયપુરના એક સોનીએ એક અદ્રભૂત મયૂર રિંગ બનાવી છે જેમાં ઝડવામાં આવે છે 3000 થી પણ વધુ હિરા. અને આજ કારણે આ રિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં. નોંધનીય છે કે આ મયુર રિંગમાં 3000 હિરા જડવામાં આવ્યા છે તો તેની કિંમત પણ સારી એવી હશે જ.

નોંધનીય છે કે આ રીંગને બનાવનાર સોનીનું નામ છે સેવિયો જ્વેલરી. જેમણે રાષ્ટ્રીય પક્ષી મોરની આ સુંદર અંગૂઠી બનાવી છે. આ રિંગમાં 18 કેરેડ સોનું અને 3827 વીવીએસ-ઇએફ હી રા જડવામાં આવ્યા છે. વધુમાં આ રિંગનું વજન 50.42 ગ્રામ છે.

ત્યારે આ રિંગ કેવી દેખાય છે. અને તેની કિંમત આના ઝ્વેલરે કેટલી રાખી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જાણો જો આ રિંગ સાથે જોડાયેલી કેટલીક અવનવી વાતો. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

3000થી વધુ હિરા

3000થી વધુ હિરા

આ મયુર રિંગમાં જડવામાં આવ્યા છે કુલ 3827 વીવીએસ-ઇએફ હિરા. જે આ રિંગને ગજબની ચમક આપે છે.

ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

આ રિંગ એટલી બેનમૂન છે કે આ રિંગની નોંધ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ લીધી છે. અને તેને પોતાના રેકોર્ડમાં સામેલ પણ કરી છે.

કિંમત

કિંમત

તો જો તમને પણ આ સુંદર રિંગને જોઇને તેની પોતાના હાથમાં સજાવાનું મન થઇ ગયું હોય તો જણાવી દઉં કે આ રિંગની કિંમત છે 18 કરોડ રૂપિયા.

18 કેરેટ ગોલ્ડ

18 કેરેટ ગોલ્ડ

આ રિંગમાં 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યું છે. જો કે આ રિંગની મૂળ કિંમત તો તેના પર લાગેલા 3000 થી વધુ હિરાની જ છે.

ત્રણ વર્ષ

ત્રણ વર્ષ

ડિઝાઇનર અભિષેક અને આશિષ આ વીંટીની ડિઝાઇન બનાવી છે. નોંધનીય છે કે આ રિંગને બનતા પૂરા ત્રણ વર્ષ લાગ્યા.

English summary
Award-winning Savio Jewellery (India) set itself the challenge to get its name written by Guinness World Records and has succeeded after breaking the record for the Most diamonds set in one ring.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X