For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવાના કોંગ્રેસી ધારાસભ્યે કહ્યું ગુજરાત તો વાઇબ્રન્ટ રાજ્ય છે

|
Google Oneindia Gujarati News

vishwajit-rane-goa-mla
પણજી, 9 એપ્રિલ : કોંગ્રેસ પાર્ટી દ્વારા ભલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભલે ચોતરફી ભીંસમાં લેવાનો નિર્ણય લીધો હોય પણ ગોવા કોંગ્રેસના એક ધારાસભ્યો પોતાને નરેન્દ્ર મોદી અને ગુજરાતના વખાણ કરવાથી રોકી શક્યા નથી.

મંગળવારે ગોવાના પૂર્વ આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના ધારસભ્ય વિશ્વજીત રાણેએ રાજ્યના અર્થતંત્રના સ્વાસ્થ્ય પરની ચર્ચામાં જણાવ્યું હતું કે "ગુજરાત એક વાઇબ્રન્ટ રાજ્ય છે." તેમણે ગોવા અને ગુજરાતની ભાજપ સરકારની સરખામણી કરી હતી. ત્યાર બાદ તેમણે જણાવ્યું કે બંને રાજ્યોમાં વાઇબ્રન્સી છે.

તેમણે એમ જણાવ્યું કે વર્ષ 2002માં ગુજરાતનું દેવું અંદાજે 35,000 કરોડ રૂપિયા હતું. આજે તે વધીને એક લાખ કરોડ પર પહોંચ્યું છે. જો કે આ સાથે રાજ્યમાં ઉદ્યોગોની સ્થાપના પણ વધી છે. કોંગ્રેસ અને નરેન્દ્ર મોદી વચ્ચે ખરી ખેંચતાણ ત્યારે શરૂ થઇ જ્યારે નરેન્દ્ર મોદીને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ માટે વડાપ્રધાન પદના ઉમેદવાર ગણવામાં આવ્યા.

English summary
Gujarat a vibrant state : Goa Congress legislator.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X