કમલેશ તિવારી હત્યાકાંડઃ ગુજરાત ATSએ 6 સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા

કમલેશ તિવારી હત્યાકાંડઃ ગુજરાત ATSએ 6 સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા

લખનઉઃ હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં ગુજરાત એટીએસે સૂરતથી 6 સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા છે. જો કે કમલેશ તિવારી હત્યાકાંડ મામલે કમલેશની પત્નીએ કમલેશના માથા પર 51 લાખ રૂપિયાનું ઈનામ રાખનાર બિઝનૌરના મૌલાના અનવરુલ હક સહિત બે અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ રી હતી. જે બાદ પોલીસે હત્યા, અપરાધિક ષડયંત્રની કલમોની કલમો સાથે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી. આ મામલે એડીજી બરેલી જોન અવિનાશ ચંદ્રએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે મૌલાના અવારુલ હકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સુરતથી 6 સંદિગ્ધોને કસ્ટડીમાં લેવાયા

સુરતથી 6 સંદિગ્ધોને કસ્ટડીમાં લેવાયા

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુજરાત એટીએસે કમલેશ તિવારી હત્યાકાંડ મામલે 6 સંદિગ્ધ લોકોને સુરતથી કસ્ટડીમાં લીધા છે. કસ્ટડીમાં લેવામાં આવેલ 6માંથી એકની ભૂમિકા મર્ડરમાં સંદિગ્ધ જણાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ તમામને ગુજરાત એટીએસે કસ્ટડીમાં લીધા છે અને આ ટીમ યૂપી પોલીસ અને એસઆઈટી સાથે સતત સંપર્કમાં છે.

હત્યા બાદ રૂમમાંથી મળ્યો હતો સુરતનો ડબ્બો

હત્યા બાદ રૂમમાંથી મળ્યો હતો સુરતનો ડબ્બો

કમલેશ તિવારીની હત્યા બાદ તેના રૂમમાંથી ઘારી મિઠાઈનો ડબ્બો મળ્યો હતો. ઘારી સુરતની ફેમસ મિઠાઈ છે. આ ડબ્બામાં આરોપીઓ હથિયાર લાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સુરતની ધરતી ફુડ એન્ડ સ્વીટ દુકાનથી આ ઘારી ખરીદવામાં આવી હતી. આ જાણકારી સામે આવ્યા બાદ પોલીસની ટીમે દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા.

ISIS આતંકીઓએ કમલેશ તિવારીનું નામ લીધું હતું

ISIS આતંકીઓએ કમલેશ તિવારીનું નામ લીધું હતું

અગાઉ અહેવાલ મળ્યા હતા કે આઈએસઆઈએ કમલેશને મારવાની ધમકી આપી હતી. 2017માં ગુજરાતમાં પકડાયેલ આતંકીઓએ એટીએસને આ જાણકારી આપી હતી. એટીએસે તેનો રિપોર્ટ બનાવી સરકારને પણ સોંપી દીધો હતો. જ્યારે કમલેશે હાલમાં જ ખુદની સુરક્ષાને લઈ ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરી સુરક્ષા ન આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. કમલેશે પોતાના ટ્વીટમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગીને ટેગ કર્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સખ્ત તેવર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સખ્ત તેવર

ચૂંટણીલક્ષી પ્રવાસથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કમલેશ તિવારી હત્યાકાંડને લઈ સખ્ત તેવર દેખાડ્યા છે. તેમણે આ મામલે અપર મુખ્ય સચિવ અવનીશ અવસ્થી અને ડીજીપી ઓપી સિંહને તત્કાળ વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. વરિષ્ઠ પોલીસ અધીક્ષક કલાનિધિ નૈથાનીએ જણાવ્યું કે, 'એવું લાગી રહ્યું છે કે આંતરિક ઝઘડાઓને કારણે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મામલાની તપાસમાં 10 ટીમ લાગી છે. ઘટના સ્થળેથી એક પિસ્તોલ જપ્ત થઈ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. વિસ્તારની આજુબાજુમાં લાગેલ તમામ સીસીટીવી ફૂટેજ ચકાશવામાં આવી રહ્યા છે.'

સીસીટીવી ફુટેજમાં એક મહિલા સાથે 3 સંદિગ્ધ દેખાયા

સીસીટીવી ફુટેજમાં એક મહિલા સાથે 3 સંદિગ્ધ દેખાયા

અગાઉ હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડા સંદિગ્ધો તરફથી એક સીસીટીવી ફુટેજ સામે આવી ગઈ છે. આ ફુટેજમાં બે વ્યક્તિઓની સાથે એક મહિલા પણ જોવા મળી રહી છે જેમાંથી એક વ્યક્તિના હાથમાં એક થેલો દેખાઈ રહ્યો છે. આશંકા જતાવવામાં આવી રહી છે કે તેમાં જ સંદિગ્ધો હથિયાર લઈ આવ્યા હતા જેનાથી કમલેશની હત્યાને અંજામ આપવામાં આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X