ગુજરાત કોમી હુલ્લડો કરે છે અમે નહી: મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું હતું કે મારી સામે ગુજરાતની વ્યાખ્યા રજૂ ન કરો. ગુજરાત શું કરી શકે છે અમે નથી કરી શકતા. હા અમે કોમી રમખાણોમાં ભાગ લઇ શકતા નથી. ગુજરાત એનઆઇઆર દ્રારા કરવામાં આવતા રોકાણથી ચમકી રહ્યું છે. દક્ષિણી 24 પરગણા જિલ્લામાં આયોજિત એક રેલીને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ ગુજરાત અને પશ્વિમ બંગાળની તુલના પર અસંતોષ જાહેર કર્યો હતો.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે કેમ ગુજરાત સાથે તુલના કરવામાં આવે છે.? તેમની વસ્તી અમારા કરતાં ઓછી છે. ત્યાં બંધ અને હડતાલો થતી નથી. તે અમારી જેમ દેવામાં ડૂબેલા નથી.
રાજ્યનીએ નાણાંકીય દુર્દશા મુદ્દે પૂર્વની વામો સરકાર પર દોષનો ટોપલો ઢોળતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે સત્તામાં આવ્યા પહેલાં તેમને ગરીબીનું ભાન ન હતું. રાજ્યના દેવા પર વ્યાજ સ્થગિત કરવાનો અનુરોધ નહી માનવામાં ન આવતાં તેમને કેન્દ્ર સરકાર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું હતું કે અમે જેટલું કમાઇએ છીએ તેના કરતાં વધારે ચુકવીએ છીએ.












Click it and Unblock the Notifications
