વજુભાઇ વાળા મળ્યા કોંગ્રેસના MLA, મીડીયા સાથે પણ કરી વાત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત કોંગ્રેસના 42 જેટલા ધારાસભ્યો આજે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. જે બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે વજુભાઇ ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહ્યા છે અને બધાને ઓળખે પણ છે. આ જ કારણે તે તમામ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે મળ્યા પણ હતા. જો કે પરત ફરવા મામલે શક્તિસિંહે કહ્યું કે અમે શક્ય તેટલા વહેલા પરત ફરીશું પણ તારીખ અંગે હજી કોઇ સ્પષ્ટતા નથી. ઉલ્લેખનીય છે કે 8 ઓગસ્ટના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે 7મી તારીખે જ આ ધારાસભ્યો પરત ફરશે.

gujarat congress

ઉલ્લેખનીય છે કે જે કર્ણાટકના મંત્રી ડીકે શિવકુમારના રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રોકાયેલા હતા તેમની પાસેથી આયકર વિભાગને 11 કરોડ મળ્યા છે. સાથે જ હવે તે પણ જોવાનું રહે છે કે જ્યારે આ તમામ ધારાસભ્યો પરત ફરીને રાજ્ય સભાની ચૂંટણીમાં મતદાન કરે છે ત્યારે તે તમામ વોટ અહેમદ પટેલને જ જાય છે કે પછી આ વખતે પણ રાષ્ટ્રપતિ ચૂંટણીની જેમ જ કોંગ્રેસ ફરી ક્રોસ વોટિંગ કરે છે.

English summary
Gujarat Congress MLAs meet Karnataka Governor Vajubhai Rudabhai Vala at Raj Bhavan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.