For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 થી 21 એપ્રિલ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાતમાં 5 રેલી કરશે

લોકસભાની ચૂંટણી 2019 માટે કોંગ્રેસ-ભાજપના સ્ટાર પ્રચારકોની રેલી અને જાહેર બેઠકોની જાહેરાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણી 2019 માટે કોંગ્રેસ-ભાજપના સ્ટાર પ્રચારકોની રેલી અને જાહેર બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી તેના પ્રચાર અભિયાનની શરૂવાત કરશે, જ્યાંથી તેને 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધારો મળ્યો હતો. પક્ષના પ્રમુખ રાહુલ ગાંધી 15 થી 21 એપ્રિલ વચ્ચે ગુજરાતમાં પાંચ રેલીઓને સંબોધશે. રાજ્ય કોંગ્રેસે પક્ષના નેતૃત્વને રાજ્યમાં પ્રિયંકા ગાંધીની વધુ રેલીઓ કરવા માટે કહ્યું છે, કારણ કે તેમને લાગે છે કે ગુજરાતમાં તેમની હાજરી કોંગ્રેસની સ્વીકૃતિને આગળ વધારશે.

આ પણ વાંચો: નગ્માએ પીએમ મોદીના "ચોકીદાર" હોવા પર પ્રહાર કર્યો

આ તારીખોમાં થશે મોદી-રાહુલની રેલી

આ તારીખોમાં થશે મોદી-રાહુલની રેલી

કોંગ્રેસની તૈયારીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપએ પણ સૌરાષ્ટ્ર પ્રદેશને પ્રમુખતાથી લીધો છે. અહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જુનાગઢમાં 10 મી એપ્રિલે રેલીને સંબોધશે. બીજી બાજુ, રાહુલ ગાંધી અમરેલી જીલ્લામાંથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન મોદી 10 થી 21 એપ્રિલ વચ્ચે ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવશે.

સૌરાષ્ટ્રથી કોંગ્રેસને ફાયદો થયો હતો

સૌરાષ્ટ્રથી કોંગ્રેસને ફાયદો થયો હતો

રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે 15 એપ્રિલ, 19 એપ્રિલ અને 20 એપ્રિલ અથવા 21 એપ્રિલે ગુજરાતમાં રેલીઓ કરી શકે છે. તેઓ અમરેલી જીલ્લાથી તેમનું અભિયાન શરૂ કરશે, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં બીજી રેલી કરી શકે છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા કહે છે કે રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 15 મી એપ્રિલે રેલીઓને સંબોધિત કરશે. 2017 માં પક્ષને આ બંને વિસ્તારોમાંથી ચૂંટણી લાભો મળ્યા હતા, તેથી તેમને મજબૂત કરવા માટે આ રેલીઓ નક્કી કરવામાં આવી છે.

પ્રિયંકા ગાંધી આવશે, સોનિયા અને મનમોહન સિંહ આવશે નહીં

પ્રિયંકા ગાંધી આવશે, સોનિયા અને મનમોહન સિંહ આવશે નહીં

રાહુલ ગાંધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 19 એપ્રિલે પ્રચાર કરશે, જ્યાં તેઓ દરેક ક્ષેત્રમાં એક રેલી યોજશે. એકંદરે, રાહુલ ગાંધી 5 રેલીઓને સંબોધિત કરી શકે છે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં બે રેલીઓ અને રાજ્યના અલગ ભાગોમાં ત્રણ રેલીઓ કરશે. અમિત ચાવડા અનુસાર, રેલીઓને સંબોધિત કરનારા અન્ય સ્ટાર પ્રચારકોમાં શત્રુઘ્ન સિંહા અને ઉર્મિલા માતોંડકર સાથે મહાસચિવ પ્રિયંકા ગાંધી સામેલ છે. આ લોકોના શીડ્યૂલને હજી સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં બે રેલીઓને સંબોધશે. જો કે, સોનિયા ગાંધી અને મનમોહન સિંહ આ વખતે ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવી શકશે નહીં.

ભાજપનું શહેરો પર તો કોંગ્રેસનું ગામડાઓ પર ફોકસ

ભાજપનું શહેરો પર તો કોંગ્રેસનું ગામડાઓ પર ફોકસ

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને રાજ્યના મંદિરોની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તે બંને અંબાજી અને સોમનાથ જઈ શકે છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ શહેરી વિસ્તારોમાં સખત કાર્ય કરે છે, તેથી કોંગ્રેસે તેના ચૂંટણી અભિયાનનું ફોકસ અને રેલી સ્થળોની પસંદગી ગ્રામીણ વિસ્તારોમાં કરી છે. જો કે, અંતિમ કાર્યક્રમ હજુ સુધી તૈયાર કરવામાં આવ્યો નથી.

English summary
Gujarat: rally schedules of Rahul gandhi, priyanka gandhi and PM narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X